T-20 World Cup પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીની ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત
- મૂળ પાકિસ્તાનના અને ઓસ્ટ્રેલિયા માટે રમતા ક્રિકેટરે રમતને અલવીદા કહ્યું
- પોતાનો નિર્ણય જાહેર કરતા સમયે ક્રિકેટર રડી પડ્યો
- પોતાનો ક્રિકેટનો સફર અન્ય કરતા અલગ હોવાનો મત
Australian Cricketer Usman Khawaja Retirement : ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે એશિઝની અંતિમ અને પાંચમી ટેસ્ટ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા માટે આ તેમની અંતિમ મેચ હશે. ખ્વાજા તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખૂબ જ ભાવુક દેખાયા છે. ખ્વાજા ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ઉસ્માન ખ્વાજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "હું પાકિસ્તાનનો એક ગર્વિત મુસ્લિમ છોકરો છું. મને કહેવામાં આવ્યું હતું કે, હું ક્યારેય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે નહીં રમીશ. હવે મને જુઓ."
View this post on Instagram
મારા માટે કેટલું મહત્વનું છે
ખ્વાજાએ તેમની નિવૃત્તિ વિશે કહ્યું કે, "આ મારા માટે મુશ્કેલ હતું. હું બધાને કહેવા માંગતો હતો. મેં મારા સાથી ખેલાડીઓને પણ કહ્યું. મારા લાગણીશીલ થવાની અપેક્ષા નહોતી, પરંતુ હું તરત જ રડવા લાગ્યો, અને મારી જાતને કાબૂમાં રાખવી પડી હતી. મેં આખરે મારી જાતને શાંત કરી, અને હું જે કહેવા માંગતો હતો તે કહ્યું." મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, નિવૃત્તિ લઇશ ત્યારે હું રડીશ, પરંતુ મેં તરત જ કર્યું. તે દર્શાવે છે કે, તે મારા માટે કેટલું મહત્વનું છે. મારી સફર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઘણા ક્રિકેટરોથી અલગ રહી છે. તે બધી ભાવનાઓ ભેગી થઇ ગઇ હતી.
ઉસ્માન ખ્વાજાની કારકિર્દીની ઝલક
ઉસ્માન ખ્વાજાએ તેની મોટાભાગની મેચો ઓપનિંગ બેટ્સમેન તરીકે રમી છે. ખ્વાજાએ અત્યાર સુધીમાં 87 ટેસ્ટ મેચોમાં 43.39 ની સરેરાશથી 6206 રન બનાવ્યા છે, જેમાં 16 સદી અને 28 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 232 છે. ઉસ્માનએ 40 વનડે મેચોમાં 42 ની સરેરાશથી 1554 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 84.09 રહ્યો છે. T20I માં, ખ્વાજાએ 9 મેચોમાં 26.77 ની સરેરાશથી 241 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 1 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો -------- IPL 2026 પહેલા શાહરુખ ખાન મુશ્કેલીમાં! બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી પર સંતો અને નેતાઓ લાલઘૂમ, બહિષ્કારની ચીમકી


