બાબરની બાદશાહતનો આવ્યો અંત, ROHIT SHARMA હવે T20 CRICKET ના નવા શહેનશાહ
ગઇકાલે વિશ્વકપના સુપર - 8 મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં ભારતની ટીમને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મળી હતી. આ સાથે ભારતની ટીમે T20 વર્લ્ડ કપ 2024 ની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. ભારતીય ટીમ પાંચમી વખત સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે. આ મેચના મુખ્ય નાયક ટીમના કપ્તાન ROHIT SHARMA રહ્યા હતા.ROHIT SHARMA એ આ મેચમાં 41 બોલમાં 92 રન બનાવ્યા હતા.
બાબરની બાદશાહતનો અંત

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદી
રોહિત શર્મા- 4165 રન
બાબર આઝમ- 4145 રન
વિરાટ કોહલી- 4103 રન
પોલ સ્ટર્લિંગ- 3601 રન
માર્ટિન ગુપ્ટિલ- 3531 રન
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા 2007થી T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યો છે. તેણે વર્ષ 2007માં જ ભારતીય ટીમ માટે T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ટીમ ઈન્ડિયા માટે 157 T20I મેચ રમી છે. હવે ભારત આ વિશ્વકપમાં સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે ત્યારે રોહિત શર્માની નજર હવે વિશ્વકપ જીતવા ઉપર રહેશે.
આ પણ વાંચો : T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા સહિત 3 ટીમો સેમિફાઇનલમાં, ચોથી ટીમ કઇ હશે?


