શાહરુખની KKR ટીમ વિવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની એન્ટ્રી, આપી આ મોટી પ્રતિક્રિયા
- Dhirendra Shastri : બાંગ્લાદેશી ક્રિકેટર ખરીદવાને લઈને શાહરુખની ટીમ વિવાદમાં
- બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
- "બાંગ્લાદેશી ક્રિકેટરે હિંદુઓના રક્ષણ માટે કહેવુ જોઈએ": ધીરેન્દ્ર શાસ્ત્રી
- "IPLમાં રમવુ કે ન રમવુ તે નિર્ણય તો BCCI કરશે": ધીરેન્દ્ર શાસ્ત્રી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હજુ શરૂ નથી થઈ ત્યાં જ વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ₹9.2 કરોડની જંગી રકમમાં ખરીદવાના નિર્ણયે દેશમાં મોટો વિવાદ છેડ્યો છે. આ વિવાદ હવે માત્ર મેદાન પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેમાં દેશના દિગ્ગજ આધ્યાત્મિક સંતોની પણ એન્ટ્રી થઈ છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ મુદ્દે ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી છે.
Dhirendra Shastri ની બાંગ્લાદેશી ખેલાડીઓને ટકોર
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "રમતના પોતાના નિયમો હોય છે અને કયા ખેલાડીને લેવો તે નિર્ણય BCCI કરશે, પરંતુ દેશ અને ધર્મથી મોટું કશું નથી." તેમણે બાંગ્લાદેશી ક્રિકેટરોને અરીસો બતાવતા ઉમેર્યું કે, "જો તમે ભારતની ધરતી પર આવીને રમો છો અને અહીંથી કરોડો રૂપિયા કમાઈને જાવ છો, તો તમારી નૈતિક જવાબદારી બને છે કે તમે તમારા દેશમાં રહેતા લઘુમતી હિન્દુઓના રક્ષણ માટે અવાજ ઉઠાવો. બાંગ્લાદેશી ખેલાડીઓએ તેમની સરકારને કહેવું જોઈએ કે હિન્દુઓને હેરાન કરવાનું બંધ કરે."
Dhirendraji Shastri | "બાંગ્લાદેશી ક્રિકેટરે હિંદુઓના રક્ષણ માટે કહેવુ જોઈએ" | Gujarat First
બાંગ્લાદેશી ક્રિકેટર ખરીદવાને લઈને શાહરુખ વિવાદમાં
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
"બાંગ્લાદેશી ક્રિકેટરે હિંદુઓના રક્ષણ માટે કહેવુ જોઈએ"
"IPLમાં રમવુ કે ન રમવુ તે નિર્ણય તો… pic.twitter.com/FQTlzqCmap— Gujarat First (@GujaratFirst) January 2, 2026
Dhirendra Shastri સહિત અનેક સંતોએ આ વિવાદ પર આપી છે પ્રતિક્રિયા
જયારે બીજી તરફ, પ્રખ્યાત કથાકાર જગતગુરુ રામભદ્રાચાર્યએ આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સીધા જ KKRના માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને નિશાન બનાવ્યા છે. રામભદ્રાચાર્યએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, "શાહરૂખ ખાનનું વલણ હંમેશા દેશ વિરોધી રહ્યું છે. જે દેશમાં હિન્દુઓ સુરક્ષિત નથી, તે દેશના ખેલાડીઓને આટલી મોટી રકમ આપીને ભારતમાં બોલાવવા તે દુર્ભાગ્યપૂર્ણ છે." તેમણે ભારત સરકારને પણ અપીલ કરી છે કે બાંગ્લાદેશ પ્રત્યે નરમ વલણ છોડીને આક્રમક નીતિ અપનાવવી જોઈએ.
શું છે વિવાદનું મૂળ?
બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી રાજકીય ઉથલપાથલ બાદ ત્યાં હિન્દુ સમુદાય પર થયેલા અત્યાચારોના અહેવાલોથી ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન KKR એ મુસ્તફિઝુર રહેમાન પર ₹9.2 કરોડનો દાવ ખેલતા સોશિયલ મીડિયા પર 'Boycott KKR' ની ઝુંબેશ શરૂ થઈ છે. અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પૈસા અને રમત રાષ્ટ્રવાદથી પણ ઉપર છે?
આ પણ વાંચો: ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતાએ શાહરૂખ ખાન પર આપ્યું મોટું નિવેદન,રાજકારણ ગરમાયું


