Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ભારતીય રમતો વિરુદ્ધ બાંગ્લાદેશનો મોટો નિર્ણય, શું BCCI આપશે જડબાતોડ જવાબ?

એશિયન ક્રિકેટના બે દિગ્ગજ દેશો વચ્ચે મેદાનની બહાર શરૂ થયેલી જંગે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. એક ખેલાડીને ટીમમાંથી બહાર કરવાના વિવાદે એવી આગ પકડી કે બાંગ્લાદેશે આખા ભારતીય રમત જગત સામે જ મોરચો ખોલી દીધો છે. શું આ માત્ર સુરક્ષાનો મુદ્દો છે કે પછી આની પાછળ કોઈ ઊંડું રાજકીય કાવતરું છુપાયેલું છે? આ ગજગ્રાહની ક્રિકેટ જગત પર કેવી અસર પડશે...
ભારતીય રમતો વિરુદ્ધ બાંગ્લાદેશનો મોટો નિર્ણય  શું bcci આપશે જડબાતોડ જવાબ
Advertisement
  • ભારત-બાંગ્લાદેશ ક્રિકેટમાં ભડકો: Bangladesh Bans Ipl Broadcast
  • બાંગ્લાદેશમાં IPL ના પ્રસારણ પર તાત્કાલિક રોક
  • T20 વર્લ્ડ કપ માટે ભારત આવવાનો BCB નો ઇનકાર
  • મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી કાઢતા વિવાદ વકર્યો
  • ન્યુટ્રલ વેન્યુ પર મેચો યોજવા બાંગ્લાદેશની જિદ

Bangladesh Bans Ipl Broadcast : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોની ખટાશ હવે રમતગમતના મેદાનમાં પણ દેખાઈ રહી છે. બાંગ્લાદેશ સરકારે ભારતીય રમતો વિરુદ્ધ એક કડક અને મોટો નિર્ણય લેતા સોમવારે જાહેરાત કરી છે કે હવે તેમના દેશમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સહિતની અન્ય ભારતીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું પ્રસારણ કરવામાં આવશે નહીં. આ આદેશ બાદ બાંગ્લાદેશમાં IPL ના તમામ બ્રોડકાસ્ટિંગ અને પ્રમોશનલ કાર્યક્રમો પર અનિશ્ચિતકાળ માટે રોક લગાવી દેવામાં આવી છે.

Bangladesh Bans Ipl Broadcast અને મુસ્તફિઝુર વિવાદ

બાંગ્લાદેશી સત્તાવાળાઓએ આ નિર્ણયને 'જનહિત'માં લીધેલો ગણાવ્યો છે. જોકે, આ વિવાદના મૂળ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રીલીઝ કરવાના નિર્ણયમાં હોવાનું મનાય છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં ભારતમાં રહેમાનને ટીમમાં રાખવા સામે પ્રબળ વિરોધ ઉઠ્યો હતો. બાંગ્લાદેશી અધિકારીઓનો દાવો છે કે BCCI ના ઈશારે જ રહેમાનને બહાર કરવામાં આવ્યો છે અને તે માટે કોઈ યોગ્ય તાર્કિક કારણ આપવામાં આવ્યું નથી.

Advertisement

Advertisement

T20 વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇનકાર (Bangladesh Bans Ipl Broadcast)

માત્ર IPL જ નહીં, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આવતા મહિને ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે પણ પોતાની ટીમ મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. શનિવારે મોડી રાત્રે મળેલી ઈમરજન્સી બેઠકમાં BCB એ સુરક્ષા ચિંતાઓ અને પોતાની સરકારની સલાહને ટાંકીને આ નિર્ણય લીધો હતો. બોર્ડનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ જોતા ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓની સુરક્ષા સામે ગંભીર જોખમ હોઈ શકે છે.

તટસ્થ સ્થળ પર મેચો યોજવાની માંગ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હવે એ વાત પર અડગ છે કે તેમના મેચો ભારતની બહાર કોઈ તટસ્થ સ્થળ પર શિફ્ટ કરવામાં આવે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ભાગીદારી હવે જોખમમાં મુકાઈ ગઈ છે. આ ઘટનાક્રમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને BCCI માટે પણ મોટી મુસીબત ઊભી થઈ છે, કારણ કે એક મોટી એશિયન ટીમનું વર્લ્ડ કપમાંથી આ રીતે હટવું ટૂર્નામેન્ટની લોકપ્રિયતા અને આર્થિક પાસાઓને અસર કરી શકે છે.

રમતગમત અને રાજનીતિનો ગજગ્રાહ

બાંગ્લાદેશના આ આક્રમક વલણથી બંને દેશો વચ્ચેના રમતગમતના સંબંધો ઇતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. એકતરફ બાંગ્લાદેશી દર્શકોમાં IPL ને લઈને ક્રેઝ છે, ત્યારે બીજી તરફ સરકારના આ પ્રતિબંધથી સ્થાનિક બ્રોડકાસ્ટર્સને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર અને BCCI આ મામલે શું વલણ અપનાવે છે.

આ પણ વાંચો :  T20 મેચમાં ગરમાગરમી! પોલાર્ડ-પાકિસ્તાની ખેલાડી આવ્યા આમને-સામને

Tags :
Advertisement

.

×