Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

બાંગ્લાદેશ ક્રિકેટ પર મંડરાતું સંકટ! એક જિદ જે બોર્ડને કરી શકે છે કંગાળ

Bangladesh Cricket Board in Trouble : બાંગ્લાદેશ ક્રિકેટ આજે તેના ઈતિહાસના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત અને શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ટીમને ભારત ન મોકલવાનો સરકારનો નિર્ણય હવે માત્ર રાજકીય મુદ્દો રહ્યો નથી. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ માટે ICC પ્રતિબંધ અને ભારે આર્થિક નુકસાનનું જોખમ ઊભું કરી રહ્યો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ પર મંડરાતું સંકટ  એક જિદ જે બોર્ડને કરી શકે છે કંગાળ
Advertisement
  • રાજકારણે બાંગ્લાદેશ ક્રિકેટને બરબાદીના કિનારે પહોંચાડ્યું
  • સરકારની જીદ, ICCનો રોષ અને બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમાં
  • T20 વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય, BCB માટે આત્મઘાતી સાબિત થશે?
  • એક રાજકીય નિર્ણય અને બાંગ્લાદેશ ક્રિકેટ પર પ્રતિબંધનો ખતરો

Bangladesh Cricket Board in Trouble : રમતગમત અને રાજકારણ જ્યારે સામસામે આવે છે ત્યારે નુકસાન હંમેશા રમતનું જ થતું હોય છે. હાલ આવી જ કંઈક સ્થિતિ બાંગ્લાદેશ ક્રિકેટની જોવા મળી રહી છે. ભારત અને શ્રીલંકામાં યોજાનારા આગામી T20 World Cup માં પોતાની ટીમને ભારતમાં રમવા ન મોકલવાનો બાંગ્લાદેશની કાર્યવાહક સરકારનો નિર્ણય માત્ર રમત પૂરતો સીમિત નથી, પરંતુ તે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અસ્તિત્વ સામે સવાલ ઉભા કરી રહ્યો છે.

bangladesh cricket Board

Advertisement

સરકારની મક્કમતા અને બોર્ડની લાચારી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હાલ 'સૂડી વચ્ચે સોપારી' જેવી હાલતમાં છે. એક તરફ સરકારની કડક સૂચના છે, તો બીજી તરફ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના કડક નિયમો. BCB પાછલા બારણે ICC ને વિનંતીઓ તો કરી રહ્યું છે કે તેમની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે, ICC એ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોઈ એક દેશની રાજકીય જીદને કારણે આખી ટુર્નામેન્ટનું શિડ્યુલ બદલવું શક્ય નથી. જો બાંગ્લાદેશ નહીં રમે, તો બોર્ડ પર પ્રતિબંધ (Ban) મૂકવાની તૈયારી પણ ICC એ કરી લીધી છે.

Advertisement

જો પ્રતિબંધ લાગશે, તો શું ગુમાવશે બાંગ્લાદેશ? (Bangladesh Cricket)

જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવે, તો તેનાથી દેશના ક્રિકેટ જગતમાં એક ક્યારેય ન પુરાય તેવી આર્થિક અને રમતગમતની ખાધ સર્જાઈ શકે છે. આ આકરા નિર્ણયને પરિણામે બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમ તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને ટુર્નામેન્ટ્સમાંથી બહાર ફેંકાઈ જશે, જેના કારણે વર્ષોની મહેનત બાદ હાંસલ કરેલી આંતરરાષ્ટ્રીય રેન્કિંગ અને શાખ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આ પ્રતિબંધની સૌથી ઘાતક અસર ખેલાડીઓના અંગત ભવિષ્ય પર પડશે, કારણ કે તેઓ માત્ર દેશ માટે જ નહીં, પરંતુ IPL જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક લીગમાં રમવાની તક પણ ગુમાવશે, જેનાથી તેમની વ્યાવસાયિક કારકિર્દી અને કમાણીના સ્ત્રોત કાયમી ધોરણે જોખમમાં મુકાઈ જશે. ટૂંકમાં, સરકાર અને બોર્ડ વચ્ચેનો આ ગજગ્રાહ બાંગ્લાદેશના ક્રિકેટ માળખાને જમીનદોસ્ત કરી શકે છે.

વિવાદનું મૂળ કારણ શું?

આ વિવાદ રાતોરાત ઊભો થયો નથી. તેની શરૂઆત સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી અચાનક પરત બોલાવી લેવા અને ભારત-બાંગ્લાદેશ વચ્ચેના વણસતા સંબંધોથી થઈ હતી. ત્યારબાદ રાજકીય અસ્થિરતાને કારણે સરકાર અને BCCI વચ્ચે તણાવ વધ્યો. સરકારની દલીલ છે કે અત્યારની પરિસ્થિતિમાં ખેલાડીઓને જોખમમાં મૂકવા કરતાં ટુર્નામેન્ટ ન રમવી યોગ્ય રહેશે. જોકે, ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ નિર્ણય ભાવનાત્મક વધારે અને વ્યવહારિક ઓછો છે.

bangladesh cricket

પ્રતિબંધની આકરી કિંમત ચૂકવવી પડશે

ઉલ્લેખનીય છે કે, જો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના રોષનો ભોગ બને છે, તો તેને અબજો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે, જે બોર્ડની આર્થિક કમર તોડી શકે છે. ICC ના 2024-2027 ના રેવન્યુ મોડલ મુજબ, બાંગ્લાદેશને મળવાપાત્ર વાર્ષિક અંદાજે 2.45 થી 2.65 અબજ રૂપિયાનું ભંડોળ અટકી જશે, જે બોર્ડના સંચાલન માટે મુખ્ય આધારસ્તંભ છે. આ ઉપરાંત, આગામી T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની 5 કરોડ રૂપિયાની ભાગીદારી ફી પણ ગુમાવવી પડશે. માત્ર આટલું જ નહીં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બાંગ્લાદેશ ક્રિકેટની બ્રાન્ડ વેલ્યુ તળિયે બેસી જશે, જેના પરિણામે મોટા બ્રોડકાસ્ટર્સ અને પ્રાયોજકો છેડો ફાડી લેશે. આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક સ્તરે રમાતી લોકપ્રિય બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) પર પણ તાળા લાગી શકે છે, જે આખા દેશના ક્રિકેટ અર્થતંત્રને પાયમાલ કરવા માટે પૂરતું છે.

આ પણ વાંચો :  T20 World Cup Controversy: ભારતને નીચું દેખાડવા પાકિસ્તાન અને બાંગ્લાદેશની મિલીભગત? જાણો દિગ્ગજ ખેલાડીએ શું કહ્યું

Tags :
Advertisement

.

×