Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાંગ્લાદેશમાં રૂપિયા ન મળતા બસ ડ્રાઈવરે ક્રિકેટરોનો સામાન પડાવી લીધો

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ની વર્તમાન સિઝનમાં અરાજકતા જોવા મળી રહી છે, જેમાં દરબાર રાજશાહી ફ્રેન્ચાઇઝી પોતાના ખેલાડીઓને બાકી પગાર ચૂકવી શકી નથી.
બાંગ્લાદેશમાં રૂપિયા ન મળતા બસ ડ્રાઈવરે ક્રિકેટરોનો સામાન પડાવી લીધો
Advertisement
  • બાંગ્લાદેશ ક્રિકેટ ખરાબ હાલતમાં!
  • બસ ડ્રાઇવરને પૈસા ન મળ્યા તો તેણે ખેલાડીઓનો સામાન 'પડાવી' લીધો
  • દરબાર રાજશાહી ફ્રેન્ચાઇઝી પોતાના ખેલાડીઓને બાકી પગાર ચૂકવી શકી નથી

Bangladesh Cricket : બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ની વર્તમાન સિઝનમાં અરાજકતા જોવા મળી રહી છે, જેમાં દરબાર રાજશાહી ફ્રેન્ચાઇઝી પોતાના ખેલાડીઓને બાકી પગાર ચૂકવી શકી નથી. ફ્રેન્ચાઇઝીએ સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી. તેમ છતાં, ખેલાડીઓને અત્યાર સુધી તેમનું પેમેન્ટ મળ્યું નથી. આ સ્થિતિએ થોડા દિવસ પહેલા ખેલાડીઓના વિરોધને જન્મ આપ્યો હતો. તાજેતરમાં, ટીમના ઓનર શફીક રહેમાને પુષ્ટિ કરી કે વિદેશી ખેલાડીઓ માટે ઘરે પરત જવાની ટિકિટોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જેનાથી આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે.

બસ ડ્રાઈવરે ખેલાડીઓની કીટ બેગ પડાવી લીધી

દરબાર રાજશાહીના બાકી પગારનો મુદ્દો હવે વધુ ગંભીર બન્યો છે, કારણ કે ફ્રેન્ચાઇઝી દ્વારા ચૂકવણી ન થતાં બસ ડ્રાઈવરે ખેલાડીઓની કીટ બેગ જપ્ત કરી છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, બસ ડ્રાઈવર મોહમ્મદ બાબુલે જણાવ્યું કે જયાં સુધી તેને લેવાની બાકી રકમ નહીં મળે, ત્યાં સુધી તે કીટ પરત નહીં કરે, જેનાથી સ્થાનિક અને વિદેશી ખેલાડીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. બાબુલે આ ઘટનાને શરમજનક ગણાવી અને ઉમેર્યું કે જો સમયસર પગાર ચૂકવાયો હોત, તો તેણે ખેલાડીઓના કિટ બેગ પરત આપી દીધી હોત. અત્યાર સુધી, મેં મારું મોં ખોલ્યું નથી. પણ હવે હું કહું છું કે જો તેઓ અમને પૈસા આપશે, તો અમે માલ પાછો આપીશું.

Advertisement

દરબાર રાજશાહીના વિદેશી ખેલાડીઓ હોટલમાં અટવાયા

દરબાર રાજશાહી ટીમના વિદેશી ખેલાડીઓ તેમના બાકી પગારના કારણે ઢાકાની હોટલમાં અટવાઈ ગયા છે, કારણ કે ચુકવણી માટેની નિર્ધારિત તારીખ પસાર થઈ ગઈ છે. પાકિસ્તાનના મોહમ્મદ હરિસ, અફઘાનિસ્તાનના આફતાબ આલમ, વેસ્ટ ઈન્ડિઝના માર્ક દયાલ અને મિગુએલ કમિન્સ તેમજ ઝિમ્બાબ્વેના રાયન બર્લ પોતાના પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ખેલાડીઓને માત્ર એક ચતુર્થાંશ રકમ ચુકવવામાં આવી છે, જ્યારે બાકી રહેલા પૈસાની ચૂકવણી હજુ સુધી કરવામાં આવી નથી.

Advertisement

દરબાર રાજશાહીનું BPL 2024-25માં નિરાશાજનક પ્રદર્શન

દરબાર રાજશાહીએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024-25માં નિરાશાજનક પ્રદર્શન કર્યું અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. દરબાર રાજશાહીએ 12માંથી 6 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. BPLની વર્તમાન સિઝનમાં મેચ ફિક્સિંગ વિવાદ ઉગ્ર બનતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU)ની સહાય માટે એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરી છે. ACUએ ગુમનામ ટિપ્સ અને મીડિયા રિપોર્ટ્સના આધારે 8 શંકાસ્પદ મેચોની ઓળખ કરી છે, જ્યાં મેચ ફિક્સિંગ અથવા સ્પોટ ફિક્સિંગની શક્યતા છે.

આ પણ વાંચો :  IND vs PAK Match Tickets : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ રીતે કરો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ બુક

Tags :
Advertisement

.

×