Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

T20 World Cup Controversy : ટી20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી, બાંગ્લાદેશને લઇને આપી આ મોટી ઓફર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવને લીધે બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત આવવાનો ઇનકાર કર્યો છે. BCB એ પોતાની મેચો શ્રીલંકા ખસેડવા માંગ કરી છે, જ્યારે પાકિસ્તાને આ મેચો પાકિસ્તાનમાં રમાડવાની ઓફર આપી છે. IPL માં મુસ્તફિઝુર રહેમાન સાથેના વિવાદ બાદ આ મામલે રાજકીય વળાંક લીધો છે, જેના કારણે હવે વર્લ્ડ કપના આયોજન પર જોખમ તોળાઈ રહ્યું છે.
t20 world cup controversy   ટી20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી  બાંગ્લાદેશને લઇને આપી આ મોટી ઓફર
Advertisement
  • ભારત-બાંગ્લાદેશના સંબધ હાલ  વણસ્યા છે (T20 World Cup Controversy) 
  • બાંગ્લાદેશે ભારતમાં વર્લ્ડ કપ રમવાની ના પાડી છે
  • PCBએ બાંગ્લાદેશની મેચ પાકિસ્તાનમાં રમાડવાની કરી ઓફર

ભારત અને બાંગ્લાદેશમાં (Bangladesh)  હાલ સંબધો વણસ્યા છે. આ કારણથી આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ (T20 World Cup)  2026 પહેલા એક મોટો વિવાદ ઊભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાના કારણોસર ભારતમાં પોતાની મેચ રમવાનો સાફ ઇનકાર કરી દીધો છે. BCB એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને પત્ર લખીને તેમની તમામ મેચો શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવા વિનંતી કરી છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે IPL માંથી મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવામાં આવ્યો, જેનાથી નારાજ બાંગ્લાદેશે ભારત પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો છે.આ વિવાદમાં હવે પાકિસ્તાનની પણ એન્ટ્રી થઇ છે. પાકિસ્તાને પોતાના દેશમાં બાંગ્લાદેશની મેચ યોજાવવાની મોટી ઓફર iccને આપી છે.

T20 World Cup Controversy : બાંગ્લાદેશની મેચ પાકિસ્તાનમાં યોજવાની પાકિસ્તાને કરી ઓફર

આ તણાવ વચ્ચે હવે પાકિસ્તાન પણ મેદાનમાં ઉતરી ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ દાવો કર્યો છે કે જો શ્રીલંકા યજમાની કરવા તૈયાર ન હોય, તો પાકિસ્તાન આ મેચોનું આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેઓએ અગાઉ પણ ચેમ્પિયન્સ ટ્રોફી અને મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર જેવી મોટી ઈવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે, તેથી બાંગ્લાદેશની મેચો પણ તેઓ કરાવી શકે છે.

Advertisement

T20 World Cup Controversy : બાંગ્લાદેશના આસિફ નજસ્લે ભારત પર લગાવ્યા આરોપ

બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે ભારત સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ અધિકારીઓની નીતિઓ સાંપ્રદાયિક છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ ખેલાડી IPL માં સુરક્ષિત ન હોય, તો આખી ટીમ ભારતમાં કેવી રીતે સુરક્ષિત અનુભવી શકે? ઉલ્લેખનીય છે કે 2026 ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાવાની છે. આ સિવાય તેમની ઘણી મેચો મુંબઈ અને કોલકાતામાં નિર્ધારિત છે, પરંતુ હવે આ મેચો ક્યાં રમાશે તે અંગે ICC એ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.

Advertisement

આ પણ વાંચો: Yuzvendra-Dhanashree controversy: ધનશ્રી સાથે છૂટાછેડા પછી યુઝવેન્દ્રએ તૌડ્યું મૌન, કહ્યું અટવાયેલો રહેવા નથી માંગતો

Advertisement

.

×