ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025 schedule : BCCIએ શેડ્યૂલ જાહેર કર્યું, આ બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાશે

BCCIએ IPL 2025 માટે શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. આ સીઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે કોલકાતા ઈડન ગાર્ડનમાં રમાશે.
07:29 PM Feb 16, 2025 IST | MIHIR PARMAR
BCCIએ IPL 2025 માટે શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. આ સીઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે કોલકાતા ઈડન ગાર્ડનમાં રમાશે.
IPL 2025

IPL 2025 schedule : ક્રિકેટ ચાહકો IPL 2025 ના શેડ્યૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જે હવે સમાપ્ત થઈ ગયું છે. BCCIએ તમામ મેચોના સ્થળ, ટીમો અને તારીખોની જાહેરાત કરી છે. બોર્ડે 16 ફેબ્રુઆરી, રવિવારે આ જાહેરાત કરી હતી, જે મુજબ 18મી સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. તમને જણાવી દઈએ કે 17 વર્ષ બાદ બંને ટીમ IPLની ઓપનર મેચ રમવા જઈ રહી છે. આ પહેલા RCB અને KKR 2008માં ઓપનિંગ મેચ રમી હતી. આ વખતે IPL 65 દિવસનું હશે. આ સમયગાળા દરમિયાન, 13 સ્થળોએ પ્લેઓફ અને ફાઈનલ સહિત 74 મેચો રમાશે. આમાંથી 70 મેચ ગ્રુપ સ્ટેજની હશે. હવે શેડ્યૂલ વિશે ખાસ વાતો જાણીએ.

23 માર્ચે CSK vs MI

IPL 22 માર્ચ શનિવારથી શરૂ થશે. પહેલા 2 દિવસમાં 3 મેચ રમાશે. KKR અને RCBની શરૂઆતની મેચ બાદ બીજા દિવસે એટલે કે 23 માર્ચ રવિવારના રોજ બપોરે 3.30 વાગ્યાથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સીઝનની પ્રથમ ટક્કર થશે. તે જ દિવસે સાંજે 7.30 વાગ્યાથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બ્લોકબસ્ટર મેચ રમાશે.

IPL Schedule

આ પણ વાંચો :  પાકિસ્તાને Champions Trophy 2025 પહેલા જ પોતાનો ઉડાવ્યો મજાક!

CSK બે વખત MI અને RCB સામે ટકરાશે

IPLમાં ચેન્નાઈ, મુંબઈ અને બેંગ્લોરની ટીમોનો સૌથી મોટો ચાહક વર્ગ છે. ચાહકો આ ત્રણેય ટીમોની મેચની આતુરતાથી રાહ જુએ છે. આ વાતને સમજીને, BCCI એ CSK માટે RCB અને MI સામે બે-બે મેચનું આયોજન કર્યું છે. ચેન્નાઈની ટીમ ચેપોકમાં 23 માર્ચે મુંબઈ સામે પ્રથમ વખત ટકરાશે. 20 એપ્રિલે બંને ટીમો વાનખેડે ખાતે સામસામે ટકરાશે. CSKની RCB સામે પ્રથમ મેચ 28 માર્ચે ચેપોકમાં રમાશે, જ્યારે બીજી વખત બંને ટીમો 3 મેના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે.

IPL 2025 નોકઆઉટ મેચો

IPL 2025માં ગ્રુપ સ્ટેજની 70 મેચો રમાશે. આ પછી લીગની ટોચની 4 ટીમો પ્લેઓફ માટે ટકરાશે. આ વખતે પ્લેઓફ એટલે કે ક્વોલિફાયર-1 માં પહેલી મેચ 20 મે ના રોજ રમાશે. એલિમિનેટર મેચ 21 મેના રોજ યોજાશે, જ્યારે ક્વોલિફાયર-2 માટેની મેચ 23 મેના રોજ યોજાશે. છેલ્લે, 25 મેના રોજ, બે ટીમો ફાઇનલમાં ટાઇટલ માટે ટક્કર આપશે.

કોણે કેટલી વાર ટાઇટલ જીત્યું?

IPL ની શરૂઆત 2008 માં થઈ હતી. ત્યારથી, તેની 17 સીઝન રમાઈ છે. આ ઈન્ડિયન T-20 લીગની સૌથી સફળ ટીમોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટોચ પર છે. બંનેએ પાંચ-પાંચ વખત આ ખિતાબ જીત્યો છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે આ ટ્રોફી 3 વખત જીતી છે. રાજસ્થાન રોયલ્સ, ડેક્કન ચાર્જર્સ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો પણ એક-એક વખત ચેમ્પિયન બનવામાં સફળ રહી છે.

આ પણ વાંચો :  MI vs DC: મુંબઈ સામે દિલ્હીની રોમાંચક જીત, છેલ્લા બોલમાં 2 રન બનાવીને મુંબઈના ખેલાડીઓની આશાઓ પર પાણી ફેરવ્યું

Tags :
18th seasonannouncementBCCICricketCSK vs MIEden GardensGujarat FirstIPL 2025IPL 2025 ScheduleMihir Parmaropening matchplayoffs and finalRCB and KKRSportsteams and datesvenue
Next Article