BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, આ ખેલાડીઓને લાગી લોટરી
- BCCIએ મહિલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત
- સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચી
- ગ્રેડ A માં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કર્યો
BCCI Central Contract: BCCIએ સોમવારે મહિલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની (BCCI central contract)જાહેરાત કરી છે. BCCIએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. બોર્ડે ગ્રેડ A માં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેમાં હરમનપ્રીત કૌર(Harmanpreet Kaur), સ્મૃતિ મંધાના (Smriti Mandhana,)અને દીપ્તિ શર્માના નામનો સમાવેશ થાય છે.4 ખેલાડીઓ ગ્રેડ B માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. આ સિવાય 9 ખેલાડીઓને ગ્રેડ C માં સ્થાન આપવામાં આવ્યું છે.
ગ્રેડ B અને C માં કોનો સમાવેશ થાય છે?
ગ્રેડ Bમાં સ્થાન મેળવનાર ખેલાડીઓમાં રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ અને શેફાલી વર્માનો સમાવેશ થાય છે. આ સિવાય યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, તિતાસ સાધુ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ઉમા છેત્રી, સ્નેહા રાણા અને પૂજા વસ્ત્રાકરનો ગ્રેડ C માં સમાવેશ કરવામાં આવ્યો છે.
🚨 BCCI CENTRAL CONTRACT FOR INDIA WOMEN'S TEAM 🚨
Grade A - Harmanpreet, Mandhana, Deepti.
Grade B - Renuka, Jemimah, Richa & Shafali.
Grade C - Shreyanka, Yastika, Radha, Sadhu, Reddy, Amanjot, Uma, Sneh Rana, Vastrakar. pic.twitter.com/zVuLoSx8Kd
— Tanuj Singh (@ImTanujSingh) March 24, 2025
આ 16 ખેલાડીઓને મળ્યું સ્થાન
- ગ્રેડ A: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા
- ગ્રેડ B: રેણુકા સિંહ, જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, શેફાલી વર્મા
- ગ્રેડ C: યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, તિતસ સાધુ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ઉમા છેત્રી, સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર
આ પણ વાંચો -CSK Vs MI: ચેન્નાઈની શાનદાર જીત, રચિન રવિન્દ્રએ ફટકારી અદધી સદી
કોને કેટલા પૈસા મળશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રેડ A માં સમાવિષ્ટ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માને ૫૦-૫૦ લાખ રૂપિયા મળશે. જ્યારે, રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્ઝ, રિચા ઘોષ અને શેફાલી વર્માને 30-30 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, ગ્રેડ C માં સમાવિષ્ટ તમામ 9 ખેલાડીઓને દર વર્ષે 10 લાખ રૂપિયા મળશે.
આ પણ વાંચો -એક નાની બાબતે ધોનીએ ચહરને ફટકાર્યું બેટ! Video Viral
ભારત કોની સામે શ્રેણી રમશે?
ભારતીય મહિલા ટીમ હવે 27 એપ્રિલથી શરૂ થનારી ODI ત્રિકોણીય શ્રેણીમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. ICC મહિલા ચેમ્પિયનશિપ 2022-25 ની રનર્સ-અપ ટીમ આ વર્ષના અંતમાં ઘરઆંગણે યોજાનાર ICC મહિલા વર્લ્ડ કપ 2025 માટે પણ તૈયારી કરી રહી છે.