BCCI Central Contract 2025-26 : રોહિત-વિરાટનો પગાર ઘટ્યો? શમીનું પત્તું કપાયું, જુઓ નવું લિસ્ટ
- BCCI Central Contract 2025-26 : મોટા ફેરફારો
- રોહિત શર્મા અને વિરાટ કોહલી ગ્રેડ-B માં ડિમોટ થયા
- મોહમ્મદ શમી અને ઈશાન કિશન કોન્ટ્રાક્ટમાંથી બહાર
- A+ ગ્રેડ નાબૂદ, હવે A1 ગ્રેડ સૌથી ઉપર
- શુભમન ગિલ, બુમરાહ અને જાડેજા ટોપ ગ્રેડમાં
BCCI Central Contract 2025-26 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2025-26ની સિઝન માટે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (Annual Central Contract) ની જાહેરાત કરી દીધી છે. આ વખતે બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયોએ ક્રિકેટ જગતમાં આશ્ચર્ય સર્જ્યું છે. સૌથી મોટો ફેરફાર 'A+' ગ્રેડને નાબૂદ કરવાનો છે, જેની સીધી અસર ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પર પડી છે.
BCCI Central Contract 2025-26 : રોહિત અને વિરાટ હવે ગ્રેડ-B માં
છેલ્લા ઘણા વર્ષોથી 7 કરોડના વાર્ષિક પગાર સાથે 'A+' ગ્રેડમાં રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીને હવે સીધા ગ્રેડ-B (Grade-B) માં મુકવામાં આવ્યા છે. બોર્ડના આ કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ આ બંને વરિષ્ઠ ખેલાડીઓની ટી20 અને ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માંથી નિવૃત્તિ/ગેરહાજરી માનવામાં આવે છે. BCCI ની નવી પોલિસી મુજબ, હવે ટોપ ગ્રેડમાં માત્ર એવા જ ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેઓ ત્રણેય ફોર્મેટમાં અથવા સતત ટેસ્ટ અને વન-ડે રમી રહ્યા છે.
🚨 News 🚨
BCCI announces Annual Player Retainership for Team India Senior Men and Senior Women for the 2025-26 season#TeamIndia | Details 🔽https://t.co/Rd3pUCPRr9 pic.twitter.com/UNYRThs1kW
— BCCI (@BCCI) February 9, 2026
BCCI Central Contract 2025-26 :
શુભમન ગિલ, બુમરાહ અને જાડેજા ટોપ પર
'A+' કેટેગરી રદ થયા બાદ હવે 'ગ્રેડ-A1' (અગાઉનો ગ્રેડ-A) સૌથી ઉચ્ચ સ્તર બની ગયું છે. પુરુષ ટીમમાં માત્ર ત્રણ ખેલાડીઓ - શુભમન ગિલ (Shubman Gill), જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને આ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. શુભમન ગિલને વન-ડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ (Captaincy) મળ્યા બાદ આ પ્રમોશન તેની વધતી જતી જવાબદારી દર્શાવે છે. મહિલા ક્રિકેટમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને તેમના શાનદાર પ્રદર્શન બદલ ગ્રેડ-A1 માં સ્થાન મળ્યું છે.
શમી અને ઈશાન કિશનનું પત્તું કપાયું
આ લિસ્ટમાં સૌથી ચોંકાવનારો નિર્ણય અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ને લઈને લેવાયો છે. ઈજાના કારણે લાંબા સમયથી મેદાનથી દૂર રહેલા શમીને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો છે. પસંદગીકારોએ ઉભરતા યુવા બોલરો પર ભરોસો મૂક્યો છે. બીજી તરફ, ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup) ની ટીમમાં હોવા છતાં ઈશાન કિશન (Ishan Kishan) ને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા મળી નથી.
યુવા ખેલાડીઓને તક
ભવિષ્યની ટીમ તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે બોર્ડે ગ્રેડ-C માં હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા અને સાઈ સુદર્શન જેવા યુવા ચહેરાઓને સમાવ્યા છે. જ્યારે ગ્રેડ-B માં હાર્દિક પંડ્યા (Hardik Pandya), ઋષભ પંત, કે.એલ. રાહુલ અને સૂર્યકુમાર યાદવ સહિત કુલ 11 ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : T20 World Cup માં ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન, જાણો શું છે અપડેટ


