ડ્રીમ 11 પછી BCCIના નવા જર્સી સ્પોન્સર તરીકે 'અપોલો ટાયર્સ', જાણો કેટલા કરોડમાં થઈ ડીલ?
- ભારતીય ટીમને જર્સી માટે મળ્યા નવા સ્પોન્સર (BCCI New Jersey Sponsor)
- અપોલો ટાયર્સે ભારતીય ટીમની જર્સીને કર્યુ સ્પોન્સર
- પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમ માટે સ્પોન્સર
- BCCI અને અપોલો ટાયર્સ વચ્ચે ત્રણ વર્ષના કરાર
- 3 વર્ષ માટે 579 કરોડ રૂપિયાની થઈ ડીલ
BCCI New Jersey Sponsor : ડ્રીમ ઇલેવનના કરારની સમાપ્તિ પછી BCCIને આખરે નવો જર્સી સ્પોન્સર મળી ગયો છે. ભારતીય ટીમ તાજેતરમાં એશિયા કપમાં કોઈ સ્પોન્સર વગર રમી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓની જર્સી પર છાતીના ભાગે અપોલો ટાયર્સ'નું નામ ચમકતું જોવા મળ્યું, જેનાથી સ્પષ્ટ થયું કે આ નવી ડીલ શરૂ થઈ ચૂકી છે.
પુરુષ અને મહિલા બંને ટીમ માટે ડીલ
BCCIએ પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો માટે આ પ્રાયોજક કરાર કર્યો છે. જોકે, એક રસપ્રદ બાબત એ છે કે ભારતીય મહિલા ટીમ હાલમાં ઘરેલુ મેદાન પર વનડે વર્લ્ડ કપ રમી રહી છે, પરંતુ તેમની જર્સી પર છાતી પર સ્પોન્સરનું નામ દેખાતું નથી.
ICCના છે મહત્વના નિયમો (BCCI New Jersey Sponsor)
આવું થવા પાછળનું કારણ ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના નિયમો છે. ICC બ્રોડકાસ્ટ નિયમો હેઠળ, વર્લ્ડ કપ જેવી મોટી ICC ઇવેન્ટ્સમાં ટીમની જર્સીના આગળના (છાતીના) ભાગ પર કોમર્શિયલ સ્પોન્સરના નામ કે લોગો લગાવવાની મંજૂરી હોતી નથી. જોકે, જર્સીના અન્ય ભાગો, જેમ કે ખભા પર, નાનું પ્રાયોજક નામ જોવા મળી શકે છે. આ નિયમ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વર્લ્ડ કપમાં ભાગ લેનારી દરેક ટીમ માટે લાગુ પડે છે.
રુ.579 કરોડની મોટી ડીલ (BCCI New Jersey Sponsor)
BCCI અને અપોલો ટાયર્સ વચ્ચેની આ જર્સી સ્પોન્સરશિપ ડીલ ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે, જેની કુલ કિંમત રુ.579 કરોડ છે. જો વાર્ષિક ધોરણે જોઈએ તો આ રકમ લગભગ રુ.193 કરોડ પ્રતિ વર્ષ થાય છે.
એક મેચ માટે 4 કરોડથી વધુની રકમ મળશે
આ ડીલ એટલી મોટી છે કે BCCIને એક જ મેચ માટે અપોલો ટાયર્સ તરફથી રુ.4 કરોડથી વધુની રકમ મળશે. આ કરારથી BCCIના ખજાનામાં મોટો વધારો થયો છે. રસપ્રદ તુલના કરીએ તો, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું કુલ મૂલ્ય રુ.450 કરોડથી વધુ આંકવામાં આવે છે, જ્યારે ભારતીય જર્સી સ્પોન્સરશિપની ડીલનું મૂલ્ય તેનાથી પણ વધુ છે.
આ પણ વાંચો : IND vs WI 1st Test Day 1 : પ્રથમ દિવસે જ ભારતીય બોલરોનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝ માત્ર 162 રનમાં ધરાશાયી!