Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BCCI એ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

BCCIએ બદલ્યા બે સિરીઝના વેન્યૂ સિરીઝની પહેલી બે મેચ ચંદીગઢમાં રમાશે મહિલા ટીમ અને ઈન્ડિયા-A સિરીઝના બદલ્યા વેન્યૂ BCCI : BCCIએ ભારતીય ટીમની (Team India)બે મોટી સિરીઝના વેન્યૂ બદલી નાખ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઓક્ટોબરમાં થનારી ટેસ્ટ સિરીઝની બીજી...
bcci એ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ  જાણો કારણ
Advertisement
  • BCCIએ બદલ્યા બે સિરીઝના વેન્યૂ
  • સિરીઝની પહેલી બે મેચ ચંદીગઢમાં રમાશે
  • મહિલા ટીમ અને ઈન્ડિયા-A સિરીઝના બદલ્યા વેન્યૂ

BCCI : BCCIએ ભારતીય ટીમની (Team India)બે મોટી સિરીઝના વેન્યૂ બદલી નાખ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઓક્ટોબરમાં થનારી ટેસ્ટ સિરીઝની બીજી મેચ હવે કોલકાતાની જગ્યાએ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.સાઉથ આફ્રિકા સામે 14 નવેમ્બરે થનારી પહેલી ટેસ્ટ મેચ દિલ્હીથી કોલકાતાના ઈડન ગાર્ડનમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ પહેલા ચેન્નાઈમાં રમાવવાની હતી, પરંતુ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સિરીઝની પહેલી બે મેચ ચંદીગઢ અને છેલ્લી મેચ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

BCCIએ બદલ્યા બે સિરીઝના વેન્યૂ

BCCIએ ભારચ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે થનારી ટેસ્ટ સિરીઝના વેન્યૂમાં (BCCI Change in venue)ફેરફાર કર્યો છે, સિરીઝની બીજી મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવવાની હતી, પરંતું હવે તે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.સાઉથ આફ્રિકા સામે થનારી આ પહેલી ટેસ્ટ મેચનું પણ વેન્યૂ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. આ મેચ દિલ્હીની જગ્યાએ ઈડન ગાર્ડન્સમાં રમાશે. ભારતને વેસ્ટ ઈન્ડિઝની સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -રિંકુ સિંહના પ્રેમ લગ્ન છે કે એરેન્જ? જાણો તેની સગાઈની વાર્તા જે કોઈ જાણતું નથી

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો ભારત પ્રવાસ 2025

નંબરદિવસસમયમેચસ્થળ
114 સપ્ટેમ્બર, રવિવારબપોરે 1:30 વાગ્યેપહેલી વનડેન્યુ ચંદીગઢ
217 સપ્ટેમ્બર, બુધવારબપોરે 1:30 વાગ્યેબીજી વનડેન્યુ ચંદીગઢ
320 સપ્ટેમ્બર, શનિવારબપોરે 1:30 વાગ્યેત્રીજી વનડેનવી દિલ્હી

ઓસ્ટ્રેલિયા A પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025

નંબરદિવસસમયમેચસ્થળ
116 સપ્ટેમ્બર, મંગળવારસવારે 9:30 વાગ્યેપહેલો મલ્ટી ડેલખનૌ
223 સપ્ટેમ્બર, મંગળવારસવારે 9:30 વાગ્યેબીજો મલ્ટી ડેલખનૌ
330 સપ્ટેમ્બર, મંગળવારબપોરે 1:30 વાગ્યેપહેલી વનડેકાનપુર
43 ઓક્ટોબર, શુક્રવારબપોરે 1:30 વાગ્યેબીજી વનડેકાનપુર
55 ઓક્ટોબર, રવિવારબપોરે 1:30 વાગ્યેત્રીજી વનડેકાનપુર

વેસ્ટ ઈન્ડિઝ પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025

નંબરદિવસસમયમેચસ્થળ
12 ઓક્ટોબર, ગુરુવારસવારે 9:30 વાગ્યેપહેલી ટેસ્ટઅમદાવાદ
210 ઓક્ટોબર, શુક્રવારસવારે 9:30 વાગ્યેબીજી ટેસ્ટનવી દિલ્હી

દક્ષિણ આફ્રિકા A પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025

નંબરદિવસસમયમેચસ્થળ
130 ઓક્ટોબર, ગુરુવારસવારે 9:30 વાગ્યેપહેલો મલ્ટી ડેBCCI COE
26 નવેમ્બર, ગુરુવારસવારે 9:30 વાગ્યેબીજો મલ્ટી ડેBCCI COE
313 નવેમ્બર, ગુરુવારબપોરે 1:30 વાગ્યેપહેલી વનડેરાજકોટ
416 નવેમ્બર, રવિવારબપોરે 1:30 વાગ્યેબીજી વનડેરાજકોટ
519 નવેમ્બર, બુધવારબપોરે 1:30 વાગ્યેત્રીજી વનડેરાજકોટ

દક્ષિણ આફ્રિકા પુરુષ ટીમનો ભારત પ્રવાસ 2025

114 નવેમ્બર, શુક્રવારસવારે 9:30 વાગ્યેપહેલી ટેસ્ટકોલકાતા
222 નવેમ્બર, શનિવારસવારે 9:30 વાગ્યેબીજી ટેસ્ટગુવાહાટી
330 નવેમ્બર, રવિવારબપોરે 1:30 વાગ્યેપહેલી વનડેરાંચી
43 ડિસેમ્બર, બુધવારબપોરે 1:30 વાગ્યેબીજી વનડેરાયપુર
56 ડિસેમ્બર, શનિવારબપોરે 1:30 વાગ્યેત્રીજી વનડેવિશાખાપટ્ટનમ
69 ડિસેમ્બર, મંગળવારરાત્રે 7:00 વાગ્યેપહેલી T20Iકટક
711 ડિસેમ્બર, ગુરુવારરાત્રે 7:00 વાગ્યેબીજી T20Iન્યુ ચંદીગઢ
814 ડિસેમ્બર, રવિવારરાત્રે 7:00 વાગ્યેત્રીજી T20Iધર્મશાલા
917 ડિસેમ્બર, બુધવારરાત્રે 7:00 વાગ્યેચોથી T20Iલખનૌ
1019 ડિસેમ્બર, શુક્રવારરાત્રે 7:00 વાગ્યેપાંચમી T20Iઅમદાવાદ

મહિલા ટીમ અને ઈન્ડિયા-A સિરીઝના બદલ્યા વેન્યૂ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમવવાની હતી, પરંતુ ત્રણ મેચની એક દિવસીય સિરીઝ હવે ચંદીગઢ અને દિલ્હીમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-Aની વચ્ચે થનારી આ સિરીઝનું પણ વેન્યૂ બદલી દેવામાં આવ્યું છે. ત્રણ મેચની વનડે સિરીઝ હવે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી રાજકોટ શિફ્ટ કરી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×