Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

BCCI Central Contract : રોહિત-વિરાટને લાગી શકે છે મોટો ઝટકો? BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવવાની તૈયારીમાં!

ભારતીય ક્રિકેટમાં મોટા વહીવટી ફેરફારોના એંધાણ વર્તાઈ રહ્યા છે. BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના માળખામાં ફેરફાર કરવાની હિલચાલને કારણે સીનિયર ખેલાડીઓના ભાવિ પર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને હાઈ-પ્રોફાઈલ ગ્રેડ નાબૂદ થવાની ચર્ચાએ ખેલાડીઓના વાર્ષિક પગાર ધોરણમાં ધરખમ ફેરફારની શક્યતા જગાવી છે.
bcci central contract   રોહિત વિરાટને લાગી શકે છે  મોટો ઝટકો  bcci સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી a  કેટેગરી હટાવવાની તૈયારીમાં
Advertisement
  • BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના માળખામાં મોટા ફેરફારની તૈયારી (BCCI Central Contract )
  • રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ગ્રેડ B માં થઈ શકે છે ડિમોશન
  • અજિત અગરકરની સમિતિએ ₹7 કરોડવાળી A+ શ્રેણી હટાવવા કરી ભલામણ
  • હવે માત્ર A, B અને C કેટેગરીમાં જ વહેંચાશે ભારતીય ખેલાડીઓ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી સમયમાં તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માળખામાં ધરખમ ફેરફારો કરવા જઈ રહ્યું છે. આ નવા ફેરફારોને કારણે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ તેના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી સર્વોચ્ચ 'A+' શ્રેણીને સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના બનાવી રહ્યું છે.

BCCI Central Contract :  BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં થશે મોટા ફેરફાર

અજિત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ વર્તમાન કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. અત્યારે BCCI ખેલાડીઓને ચાર કેટેગરીમાં વિભાજિત કરે છે: A+, A, B, અને C. જોકે, નવી દરખાસ્ત મુજબ હવે માત્ર ત્રણ જ શ્રેણીઓ (A, B અને C) રાખવામાં આવશે. આ ફેરફારનો સીધો અર્થ એ છે કે અત્યાર સુધી ₹7 કરોડ મેળવતા A+ કેટેગરીના ખેલાડીઓને હવે ઓછી રકમ ધરાવતી કેટેગરીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

Advertisement

Advertisement

રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ડિમોશન?

અહેવાલ મુજબ, જો નવું મોડેલ અમલમાં આવશે, તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા સીનિયર ખેલાડીઓને ગ્રેડ B માં મૂકવામાં આવી શકે છે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ગ્રેડ A માં સ્થાન મળી શકે છે. આ ફેરફારથી માત્ર ખેલાડીઓના ગ્રેડ જ નહીં, પરંતુ તેમના વાર્ષિક પગાર માળખામાં પણ મોટો ફેરફાર જોવા મળશે.

પસંદગી સમિતિની નવી ભલામણો અને પગાર ધોરણ

પસંદગી સમિતિનું માનવું છે કે ત્રણ શ્રેણીનું માળખું વધુ વ્યવહારુ રહેશે. અગાઉના માળખામાં A+ ને ₹7 કરોડ, A ને ₹5 કરોડ, B ને ₹3 કરોડ અને C ગ્રેડને ₹1 કરોડ મળતા હતા. હવે જ્યારે A+ શ્રેણી દૂર થશે, ત્યારે બોર્ડ નવું પગાર ધોરણ કેવી રીતે નક્કી કરે છે તે જોવું રસપ્રદ રહેશે. ખાસ કરીને સિરાજ, પંત અને ગિલ જેવા ખેલાડીઓના સ્થાનમાં પણ આ ફેરફારોને કારણે મોટી અસર પડી શકે છે.

ગયા વર્ષના કોન્ટ્રાક્ટની સ્થિતિ

એપ્રિલ 2025 માં જાહેર કરાયેલા છેલ્લા કોન્ટ્રાક્ટમાં રોહિત, વિરાટ, જાડેજા અને બુમરાહ સર્વોચ્ચ A+ શ્રેણીમાં હતા. જ્યારે હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને શુભમન ગિલ ગ્રેડ A નો ભાગ હતા. ગ્રેડ B માં સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ જેવા ઉભરતા સિતારાઓ સામેલ હતા. હવે નવા માળખામાં ઇશાન કિશન અને અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીઓને કયા ગ્રેડમાં સ્થાન મળે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો :  Rinku Singh Controversy : વર્લ્ડ કપ પહેલા રિંકુ સિંહ જેલમાં જશે? કરણી સેનાએ કરી કડક માંગ

Tags :
Advertisement

.

×