શરમજનક પરાજય બાદ BCCI ના કડક નિયમ! પત્નીઓને સાથે લઇને નહીં ફરી શકે ક્રિકેટર
- ઓસ્ટ્રેલિયામાં શરમજનક પરાજય બાદ આકરા નિર્ણય
- ખેલાડીઓને સાથે વજન લઇ જવા પર પણ નિયમો લદાયા
- ટીમની બસમાં જ ખેલાડીઓ મુસાફરી કરી શકશે
BCCI New Rule For Cricketers Families and Wives : ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ BCCI ભારતીય ક્રિકેટરો પર એક્શન મોડમાં છે. જેના કારણે આકરા નિર્ણયો લેવાઇ રહ્યા છે. હવે ક્રિકેટર અને તેના પરિવારો પર કડક નિયમો લાદવામાં આવ્યા છે. આ નિયમ અંતર્ગત જો કોઇ ટુર્નામેન્ટ 45 દિવસ કરતા વધારે લાંબા સમયની હોય તો તેનો પરિવાર માત્ર 14 દિવસ જ તેની સાથે રહી શકશે. જો કાર્યક્રમ તેના કરતા ઓછા દિવસો હોય તો ખેલાડી પોતાના પરિવાર સાથે 7 દિવસ જ રહી શકશે.
આ પણ વાંચો : દિલ્હીમાં આજે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ, Video
સામાન પણ નિયમ મર્યાદામાં જ લેવો પડશે
આ ઉપરાંત સામાન અંગે પણ નવો નિયમ લવાયો છે. જેમાં ટૂર્નામેન્ટ દરમિયાન પત્નીઓ ખેલાડીઓ સાથે નહીં રહી શકે. પરિવાર ફક્ત 2 અઠવાડીયા પુરતો જ સાથે રહી શકશે. તમામ ખેલાડીઓએ ટીમની બસમાં જ મુસાફરી કરવી પડશે. આ ઉપરાંત ગૌતમ ગંભીર (કોચ) ના પર્સનલ મેનેજરને પણ VIP બોક્સમાં બેસવા દેવામાં નહીં આવે. ઉપરાંત ટીમ બસમાં પણ તેને સ્થાન નહીં અપાય. આ ઉપરાંત ખેલાડીઓ 150 કિલોથી વધારે સામાન સાથે નહીં લઇ જઇ શકે. જો તે લઇ જવા ઇચ્છે તો વધારાના પૈસા ખેલાડીએ પોતે ચુકવવા પડશે.
આ પણ વાંચો : Amreli Letter Kand : પૂર્વ CM વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ઓસ્ટ્રેલિયા સામે શરમજનક પરાજય
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે હાલમાં આયોજિત થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો. જેમાં ભારતીય ટીમ 1-3 થી હારી ગઇ હતી. જે પ્રકારે પરાજય થયો તેના કારણે ભારતીય ટીમના ખેલાડીઓ સામે અસંતોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે પણ ક્વોલિફાઇ થઇ શકી નહોતી. જેના કારણે ભારતીય ટીમે પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રણ સિઝનમાં પહેલીવાર ક્વોલિફાઇ પણ ન થઇ શક્યું હોય તેવી પ્રથમ ઘટના છે.
આ પણ વાંચો : સ્ટીવ જોબ્સની પત્ની લૉરેન શાહી સ્નાન ન કરી શક્યા, ગુરુએ જણાવ્યું કારણ