Ben Duckettએ મચાવી ધૂમ, હેડિંગ્લીમાં ઈંગ્લિશ ઓપનરે હાંસલ કરી આ સિદ્ધિ
- બેન ડકેટેએ હેડિંગ્લીમાં મચાવી ધૂમ
- ઈંગ્લિશ ઓપનરે હાંસલ કરી આ સિદ્ધિ
- ઈનિંગમાં અડધી સદી ફટકારી
IND vs ENG : ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન બેન ડકેટે (Ben Duckett)એ કરી બતાવ્યું છે, જે છેલ્લા 10 વર્ષમાં ઈંગ્લેન્ડ ટીમનો કોઈ અન્ય ઓપનિંગ બેટ્સમેન કરી શક્યો નથી. બેન ડકેટે હેડિંગ્લી ખાતે શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી છે.આ પહેલા બેન ડકેટનું બેટ પહેલી ઈનિંગમાં પણ જોરથી બોલ્યું હતું અને તેને 62 રનની ઝડપી ઈનિંગ રમી હતી. બેન ડકેટ છેલ્લા 30 વર્ષમાં હેડિંગ્લી ખાતે બંને ઈનિંગમાં અડધી સદી ફટકારનાર બીજો ઓપનિંગ બેટ્સમેન બન્યો છે. બેન ડકેટ સિવાય ફક્ત એલિસ્ટર કૂક જ આ સિદ્ધિ મેળવી શક્યો છે.
બેન ડકેટે હાંસલ કરી આ સિદ્ધિ
બેન ડકેટ છેલ્લા 30 વર્ષમાં હેડિંગ્લી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારનાર બીજો ઈંગ્લિશ ઓપનર બન્યો છે. પહેલી ઈનિંગ્સમાં 62 રનની શાનદાર ઈનિંગ રમ્યા બાદ બેન ડકેટે બીજી ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી છે. આ ફિફ્ટી સાથે ડકેટ છેલ્લા 10 વર્ષમાં હેડિંગ્લીમાં બંને ઈનિંગમાં અડધી સદી ફટકારનાર પહેલો ઈંગ્લિશ ઓપનર બન્યો છે.એલિસ્ટર કૂકે 2015 માં આ સિદ્ધિ મેળવી હતી. પહેલી ઈનિંગની જેમ બેન ડકેટ બીજી ઈનિંગમાં પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો અને તેને ભારતીય બોલરોને આડે હાથ લીધા. સમાચાર લખાય ત્યાં સુધી બેન ડકેટ 90 રન બનાવીને ક્રીઝ પર મજબૂત રીતે ઉભો છે.
ઈંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ
ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 371 રનનો ટાર્ગેટ આપ્યો છે. બીજી ઈનિંગમાં સમગ્ર ભારતીય ટીમ 364 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને 137 રનની જોરદાર ઈનિંગ રમી. રિષભ પંતે પણ પહેલી ઈનિંગ પછી બીજી ઈનિંગમાં સદી ફટકારી. ભારતીય વાઈસ કેપ્ટને 140 બોલમાં 118 રનની શાનદાર ઈનિંગ રમી. પરંતુ બીજી ઈનિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ અંતમાં વિકેટો ગુમાવી દીધી. 333/4 ના સ્કોરથી 364 રન સુધી પહોંચવા સુધી, ભારતે છ વિકેટ ગુમાવી દીધી અને ટીમનો સમગ્ર ઈનિંગ પૂરી થઈ ગઈ.