Chinnaswamy Stadium ને મંજૂરી મળી, હવે IPL સહિતમી મેચો યોજી શકાશે
- બેંગલુરૂના સ્ટેડિયમમાં અગાઉ ભાગદોડ બાદ દુર્ઘટના સર્જાઇ હતી
- દુર્ઘટના બાદ સ્ટેડિયમની તમામ મેચોની ફાળવણી રદ કરી દેવામાં આવી
- હવે 6 મહિના બાદ સ્ટેડિયમને શરતોને આધિન મેચની મંજૂરી આપવામાં આવી છે
- ક્રિકેટ રસિયાઓ માટે મોટા સારા સમાચાર સામે આવ્યા છે
Chinnaswamy Stadium Government Approval : 17 જાન્યુઆરીના રોજ, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી કે, તેમને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL અને આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવાની સરકારી પરવાનગી મળી ગઈ છે. અગાઉ RCB એ IPL 2025 નો ખિતાબ જીત્યો. ત્યારબાદ ટીમે બેંગલુરુમાં ઉજવણીની જાહેરાત કરી હતી. ઉજવણી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેના પરિણામે ઘણા ક્રિકેટ પ્રેમીઓના મોત થયા હતા. આ ઘટના બાદ, સરકારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, સરકારે હવે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL અને આંતરરાષ્ટ્રીય મેચો ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે, આ મંજૂરી શરતોને આધીન આપવામાં આવી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
🚨 IPL IN CHINNASWAMY STADIUM 🚨
- KSCA has got the permission from the State government to host IPL & International matches at Chinnaswamy Stadium. [Cricbuzz] pic.twitter.com/0VGN0fnjXW
— Johns. (@CricCrazyJohns) January 17, 2026
નિયમોનું કેવી રીતે પાલન કરશે
KSCA એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "KSCA (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) બધી જરૂરિયાત પૂર્ણ કરશે, તેવો અમને વિશ્વાસ છે. તેઓએ એક્સપર્ટ કમિટિને વિગતવાર જણાવ્યું છે કે, તેઓ નિયમોનું કેવી રીતે પાલન કરાવશે. એસોસિએશન તમામ સલામતી, સાવચેતી અને ભીડ વ્યવસ્થાપન નિયમોનું કડક અને સંપૂર્ણ અમલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે."
આ પણ વાંચો ------- ભારતીય કેપ્ટને બાંગ્લાદેશી કેપ્ટન સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી, જાણો પછી શું થયું?
સરકાર તરફથી લીલી ઝંડી મળી
જૂન-2025 માં થયેલી ભાગદોડ બાદ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક પણ મેચ રમાઈ નથી, દુર્ઘટનામાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અન્ય 50 ઘાયલ થયા હતા. IPL ના ખિતાબની ઉજવણી RCB માટે મોંઘી સાબિત થઈ હતી. જો કે, હવે કર્ણાટક સરકાર તરફથી એસોસિએશનને લીલી ઝંડી મળી ગઈ છે. જેને પગલે હવે આગામી મેચ યોજી શકાશે.
મેચોને મુંબઇમાં ખસેડી દીધી
ભાગદોડ બાદ, કર્ણાટક સરકારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર IPL અને આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ODI વર્લ્ડ કપ માટે બેંગલુરુના અધિકારો પાછા ખેંચી લીધા, અને મેચો નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં ખસેડી દીધી હતી. વધુમાં, ફેબ્રુઆરી અને માર્ચ 2026 માં યોજાનાર પુરુષોના T20 વર્લ્ડ કપમાં બેંગલુરુને કોઈપણ મેચનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જો કે, હવે ચાહકો માટે સારા સમાચાર છે.
આ પણ વાંચો -------- Cricketer Vaibhav Sooryavanshi એ બનાવ્યો નવો રેકોર્ડ, Virat Kohli પાછળ છુટ્યો


