Bengaluru stampede Case : પોલીસ પણ માણસ છે.. તેમની પાસે અલાઉદ્દીનનો ચિરાગ નથી. કેમ આવું કહ્યું ટ્રિબ્યુનલે..
- ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ મામલો
- સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે RCB જવાબદાર ઠેરવ્યું
- ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા
Bengaluru stampede Case : સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ (CAT)ટ્રિબ્યુનલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને જવાબદાર ઠેરવ્યું છે. આ ભાગદોડમાં 14 વર્ષની છોકરી સહિત 11 લોકોના મોત થયા હતા. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે RCB એ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. પોલીસકર્મીઓ પણ માણસો છે, તેમની પાસે અલાઉદ્દીનનો ચિરાગ નથી...
RCB એ પોલીસની વિના વિજય સરઘસ માટે આમંત્રણ પોસ્ટ કર્યું
ટ્રિબ્યુનલે કહ્યું કે RCB એ પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર વિજય સરઘસ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો.એક ન્યૂઝએજન્સીના અહેવાલ મુજબ, આદેશમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, "RCB એ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધું અને તેના કારણે ભીડ એકઠી થઈ ગઈ. પોલીસ પાસેથી માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવાની અપેક્ષા રાખી શકાય નહીં.ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું, "પોલીસકર્મીઓ પણ માણસો છે, ન તો દેવતાઓ કે ન તો જાદુગરો. તેમની પાસે 'અલાઉદ્દીનનો ચિરાગ' નથી જેનાથી તેઓ થોડી વારમાં બધી વ્યવસ્થા કરી શકે.
આ પણ વાંચો -માતાની બોલિંગ સામે ક્લીન બોલ્ડ થયો શ્રેયસ ઐયર, જુઓ સરપંચનો Out થતો Video
IPS અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી
આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી છે. ટ્રિબ્યુનલે તેમનું સસ્પેન્શન રદ કર્યું અને કહ્યું કે તેમના સસ્પેન્શન સમયગાળાને સેવાના ભાગ રૂપે ગણવો જોઈએ. વિકાસ કુમાર તે સમયે બેંગલુરુના પશ્ચિમ ઝોનના એડિશનલ કમિશનર અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના ઇન્ચાર્જ હતા. ટ્રિબ્યુનલે કર્ણાટક સરકારને બે અન્ય વરિષ્ઠ અધિકારીઓ, બેંગલુરુના તત્કાલીન પોલીસ કમિશનર બી દયાનંદ અને ડીસીપી શેખર એચ ટેક્કનવરના સસ્પેન્શન પર પુનર્વિચાર કરવાનું પણ સૂચન કર્યું છે.