Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru Stampede : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ રાજ્યપાલને કરાઈ ફરિયાદ

રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ (RCB) દ્વારા IPL જીતવાની ઉજવણી દરમિયાન થયેલ ભાગદોડમાં 11 લોકોનું મૃત્યુ થયું હતું. જેમાં અનેક ઘટનાક્રમ બાદ હવે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) વિરુદ્ધ રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે. વાંચો વિગતવાર.
bengaluru stampede   કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ રાજ્યપાલને કરાઈ ફરિયાદ
Advertisement
  • Bengaluru Stampede મુદ્દે કર્ણાટકનું રાજકારણ ગરમાયું
  • CM Siddaramaiah વિરુદ્ધ રાજ્યપાલને ફરિયાદ કરાઈ
  • ડે. સીએમ D.K. Shivakumar પણ ટીકાનો ભોગ બન્યા
  • કર્ણાટક સરકારે વળતરની રકમમાં માતબર વધારો કર્યો

Bengaluru Stampede : કર્ણાટકમાં 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ભાગદોડ મચી હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. Bengaluru Stampede માં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) સામે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરસીબીની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડના કેસની વધુ સુનાવણી મંગળવારે કર્ણાટક હાઈકોર્ટમાં થવાની છે.

મુખ્યમંત્રીએ વ્યક્તિગત આમંત્રણ આપ્યું

બેંગાલુરુના કોટિગેપલ્યાના રહેવાસી ગીરીશ કુમારે CM Siddaramaiah વિરુદ્ધ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને ફરિયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રીએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કર્યા વિના રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ (RCB) ની જીતની ઉજવણીમાં ભાગ લેવા માટે લોકોને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું. ફરિયાદમાં RCB જેવી ખાનગી ક્રિકેટ ફ્રેન્ચાઈઝી માટે ભવ્ય સ્વાગતનું આયોજન કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આઈપીએલ રાષ્ટ્રીય ગૌરવને બદલે નફાના હેતુઓથી ચાલતું વ્યવસાયિક સાહસ છે. ફરિયાદીએ નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર (D.K. Shivakumar) ની પણ ટીકા કરી હતી, જેમણે એરપોર્ટ પર આરસીબી ટીમનું સ્વાગત કર્યું હતું.

Advertisement

આ પણ વાંચોઃ  Bengaluru Stampede: 'હું પણ અહીં રહેવા માંગુ છું...', બેંગલુરુ ભાગદોડમાં જીવ ગુમાવનાર પુત્રની કબરને વળગી પિતા રડી પડ્યા

Advertisement

ભૂતપૂર્વ ન્યાયાધીશે શરુ કરી તપાસ

4 જૂનના રોજ બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલા તપાસપંચે કાર્યવાહી શરુ કરી છે. આ તપાસપંચનું નેતૃત્વ નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ જોન માઈકલ કુન્હા (John Michael Cunha) કરી રહ્યા છે. નિૃતત ન્યાયાધીશ જોન માઈકલ કુન્હાએ આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી છે.

વળતરની રકમમાં માતબર વધારો

કર્ણાટકના CM Siddaramaiah એ બેંગાલુરુમાં થયેલી ભાગદોડના મૃતકોને આપવામાં આવતી વળતરની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારો માટે જાહેર કરાયેલ વળતર 10 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ PM Modi એ X પર 51 સેકન્ડના વીડિયોમાં ભારતીય મહિલાઓની ઉન્નતિ દર્શાવી

Tags :
Advertisement

.

×