Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru Stampede: Virat Kohli સામે પોલીસ ફરિયાદ દાખલ

બેંગ્લુરુ ભાગદોડના કેસ મામલો Virat Kohli સામે નોંધાઈ ફરિયાદ બેંગ્લુરુ ઘટનામાં કાર્યવાહીની માંગ પાર્ક પોલીસ સ્ટેશન નોંધાઈ FIR Bengaluru Stampede : બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિજય પરેડ દરમિયાન થયેલી ભાગદોડના કેસ(Bengaluru Stampede)માં સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli )પણ...
bengaluru stampede  virat kohli સામે પોલીસ ફરિયાદ દાખલ
Advertisement
  • બેંગ્લુરુ ભાગદોડના કેસ મામલો
  • Virat Kohli સામે નોંધાઈ ફરિયાદ
  • બેંગ્લુરુ ઘટનામાં કાર્યવાહીની માંગ
  • પાર્ક પોલીસ સ્ટેશન નોંધાઈ FIR

Bengaluru Stampede : બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિજય પરેડ દરમિયાન થયેલી ભાગદોડના કેસ(Bengaluru Stampede)માં સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli )પણ ટીકામાં આવી ગયો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હવે એક સ્થાનિક વ્યક્તિએ ટીમ ઈન્ડિયા અને RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાવવાની માંગ કરી છે. આ વ્યક્તિએ બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશન(Park Police FIR)માં આ માંગ સાથે કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બેંગ્લુરુ ઘટનામાં કાર્યવાહીની માંગ

મંગળવાર 3 જૂનના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદમાં રમાયેલી આઈપીએલ 2025 ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવ્યું અને આ રીતે પહેલીવાર આઈપીએલનો ખિતાબ જીત્યો. આ જીત પછી, સમગ્ર બેંગલુરુમાં ઉત્સવનો માહોલ હતો.પછી બીજા દિવસે જ્યારે આખી ટીમ અમદાવાદથી ટ્રોફી લઈને પરત ફરી, ત્યારે બેંગલુરુમાં એક અદ્ભુત પરિસ્થિતિ હતી અને રસ્તાઓ પર ચાહકોની ભારે ભીડ હતી. આ દરમિયાન, પહેલા કર્ણાટક સરકારે વિધાનસભા નજીક ટીમની જીતની ઉજવણી કરી અને પછી આખી ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગઈ, જ્યાં મોટી સંખ્યામાં ચાહકો પહેલાથી જ હાજર હતા. #ArrestKohli

Advertisement

આ  પણ  વાંચો -IPL ઇતિહાસના સૌથી વધુ વિકેટ લેનારા 5 વિસ્ફોટક બોલર્સ કોણ? આ બોલર છે King of IPL

Advertisement

કોહલી સામે FIR નોંધાવવાની માંગ

થોડીવારમાં જ સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ, જેમાં 11 લોકો માર્યા ગયા, જ્યારે લગભગ 50 ચાહકો ઘાયલ થયા. ત્યારથી, સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. કર્ણાટક સરકારે આ માટે RCB મેનેજમેન્ટ, કર્ણાટક ક્રિકેટ એસોસિએશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA ને જવાબદાર ઠેરવી છે, ત્યારબાદ કબ્બન પાર્ક પોલીસે તેમની સામે FIR નોંધી છે અને 4 લોકોની ધરપકડ કરી છે. પરંતુ આ બધા વચ્ચે, હવે HM વેંકટેશ નામના એક સ્થાનિક વ્યક્તિએ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સામે પણ FIR નોંધાવવાની માંગ કરી છે. વેંકટેશે આ માંગ સાથે કબ્બન પાર્ક સ્ટેશન પર ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું છે કે તેઓ આ ફરિયાદને પહેલાથી જ નોંધાયેલ ફરિયાદમાં સામેલ કરીને ધ્યાનમાં લેશે.

આ  પણ  વાંચો -RCB announce: RCB એ ચિન્નાસ્વામી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે કરી મોટી જાહેરાત!

4 આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા

બીજી તરફ, શુક્રવારે જ પોલીસે RCBના માર્કેટિંગ અને રેવન્યુ ઓફિસર નિખિલ સોસાલે અને તેના સહયોગી સુમંતની ધરપકડ કરી હતી. તેમના ઉપરાંત, પોલીસે DNA મેનેજમેન્ટ કંપનીના મેનેજર કિરણ અને તેના સહયોગી મેથ્યુની પણ ધરપકડ કરી હતી. શુક્રવારે જ ચારેયને બેંગલુરુમાં 41મા ACJM સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ચારેયને પ્રપન્ના અગ્રહાર જેલમાં રાખવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×