Asia Cup 2025 : ભારત-પાકિસ્તાન મેચને લઈ આવ્યા મોટા સમાચાર
- એશિયા કપ પહેલા આવ્યા મોટા સમાચાર (Asia Cup)
- રમત મંત્રાલયે મેચને લઈ કરી મોટી જાહેરાત
- ખેલ મંત્રાલયે તેને લીલીઝંડી આપી દીધી
Asia Cup : એશિયા કપ (Asia Cup) પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ((India vs Pakistan)વચ્ચેની મેચો પર મંડરાઈ રહેલા સંકટના વાદળો હવે દૂર થઈ ગયા છે કેમ કે, ભારત સરકારે આ મેચને લીલીઝંડી આપી દીધી છે. આ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના આતંકીઓએ પહલગામમાં હુમલો કર્યો હતો, જેમાં કેટલાય ભારતીયોના જીવ ગયા હતા. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ભારત અને પાકિસ્તાનની વચ્ચે લગભગ 4 દિવસ સુધી યુદ્ધની સ્થિતિ બની હતી. ત્યાર બાદ એવું માનવામાં આવતું હતું કે એશિયા કપમાં થનારી મેચો કદાચ નહીં રમે, પણ હવે ખેલ મંત્રાલયે તેને લીલીઝંડી આપી દીધી છે.
બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રહેશે (Asia Cup)
ખેલ મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું છે કે ભારત-પાકિસ્તાન બાઈલેટ્રલ સિરીઝમાં નહીં રમે, પણ મલ્ટીનેશન ટૂર્નામેન્ટમાં થનારી મેચને રોકી શકાય નહીં. ખેલ મંત્રાલયે પાકિસ્તાન પર વિશેષ ભાર આપતા કહ્યું કે, ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે નવી નીતિને લોન્ચ કરી છે, જે તરત પ્રભાવથી લાગૂ થઈ ચુકી છે. ખેલ મંત્રાલયે આ નીતિ અનુસાર, ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ કોઈ બાઈલેટ્રલ સિરીઝ નહીં રમે. સાથે જ ભારતીય ટીમ કોઈ પણ ટૂર્નામેન્ટ અથવા મેચ માટે પાકિસ્તાન જશે નહીં. પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં રમવાની મંજૂરી મળશે નહીં. મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું છે કે અમે ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં રમતા રોકી શકીશું નહીં, કેમ કે આ એક મલ્ટીનેશન ટૂર્નામેન્ટ છે.
આ પણ વાંચો -ICC ODI Rankings: ICCએ ODI રેન્કિંગમાંથી વિરાટ અને રોહિતના નામ કર્યા ગાયબ,ચાહકો ગુસ્સે ભરાયા!
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર
આ પણ વાંચો -ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અંગે મોટી અપડેટ, બરાબર બોલી પણ નથી શકતા..!
એશિયા કપમાં ટક્કર થશે
ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બર એટલે કે રવિવારે એશિયા કપ 2025માં એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન ઉપરાંત, ટીમ ઈન્ડિયા ગ્રુપ-એમાં યુએઈ અને ઓમાનનો પણ સામનો કરશે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે રમશે. આ પછી, ભારતીય ટીમ પોતાની બીજી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ગ્રુપ-એમાં, ટીમ ઈન્ડિયા પોતાની ત્રીજી અને છેલ્લી મેચ ઓમાન સામે રમશે.