Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC Test Rankings માં બુમરાહ, કોહલી અને જયસ્વાલને સૌથી મોટો ફાયદો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ICC Rankings માં કર્યો કમાલ યશસ્વી જયસ્વાલ કારકિર્દીના શ્રેષ્ઠ રેકિંગ પર વિરાટ કોહલીએ ટેસ્ટ રેકિંગમાં મારી લાંબી છલાંગ જસપ્રીત બુમરાહે ટોપ પર ICC Test Ranking માં ભાર તીય ખેલાડીઓએ પોતાનો દમખમ બતાવ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર...
icc test rankings માં બુમરાહ  કોહલી અને જયસ્વાલને સૌથી મોટો ફાયદો
  • ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ICC Rankings માં કર્યો કમાલ
  • યશસ્વી જયસ્વાલ કારકિર્દીના શ્રેષ્ઠ રેકિંગ પર
  • વિરાટ કોહલીએ ટેસ્ટ રેકિંગમાં મારી લાંબી છલાંગ
  • જસપ્રીત બુમરાહે ટોપ પર

ICC Test Ranking માં ભાર તીય ખેલાડીઓએ પોતાનો દમખમ બતાવ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન બાદ ભારતના ત્રણ સ્ટાર ખેલાડી વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ અને જસપ્રીત બુમરાહને ICC Test Ranking માં મોટો ફાયદો થયો છે. Men's test Batting rankings માં યશસ્વી જયસ્વાલ ત્રીજા નંબરે પહોંચી ગયો છે, જ્યારે વિરાટ કોહલી આ યાદીમાં 12 માં સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ Men's test Bowling rankings માં જસપ્રીત બુમરાહે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

Advertisement

Yashaswi Jaiswal

બુધવારે ICCએ નવી ટેસ્ટ રેન્કિંગની યાદી જાહેર કરી, જેમાં ભારતનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ત્રીજા નંબરે પહોંચી ગયો છે. ICC રેન્કિંગમાં તેણે 792 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. જયસ્વાલને 2 પોઈન્ટનો ફાયદો થયો છે. અગાઉ તેઓ 5મા સ્થાને હતા. આ સિવાય તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજાને પાછળ છોડી દીધા છે. સ્મિથ 757 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ખ્વાજા 728 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી શ્રેણીમાં જયસ્વાલે બંને ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં તેણે 56 અને 10 રનની ઇનિંગ રમી હતી.

Advertisement

આ સિવાય બીજી મેચમાં તેણે 72 અને 51 રન બનાવ્યા હતા. જો જયસ્વાલ આગામી ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરીઝમાં આવું પ્રદર્શન કરશે તો તે જલ્દી નંબર 1 પર પહોંચી જશે. જયસ્વાલ ઉપરાંત, વિરાટ કોહલીએ પણ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગની ટોપ 10 યાદીમાં બમ્પર ફાયદો કર્યો છે. તે 12માં સ્થાનથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. વિરાટના 724 પોઈન્ટ છે. આ સિવાય ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ 718 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. તેમને 3 પોઈન્ટનું નુકસાન થયું છે.

Virat kohli

ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ છે. 2 ઓક્ટોબરના રોજ, ICCએ તેની સત્તાવાર વેબસાઇટ પર ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગની યાદી જાહેર કરી, જેમાં વિરાટ કોહલીએ લાંબી છલાંગ લગાવી છે. વિરાટ કોહલી 724 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી આ પહેલા 12મા સ્થાને હતો. પરંતુ તેણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં સારી બેટિંગ કરી હતી. તેણે આ મેચની બંને ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Advertisement

વિરાટ કોહલીએ નવા ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે. રિઝવાન હવે 7મા સ્થાને આવી ગયો છે. તેની પાસે 720 રેટિંગ છે. વિરાટે બાંગ્લાદેશ સામેની બીજી મેચની પ્રથમ ઇનિંગમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે બીજી ઇનિંગમાં અણનમ 29 રન બનાવ્યા હતા.

Jasprit Bumrah

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC દ્વારા જાહેર કરાયેલ બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કાનપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં છ વિકેટ લેનાર બુમરાહે દેશબંધુ અશ્વિનને પછાડીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બંને દાવમાં માત્ર 67 રન આપીને 6 વિકેટ લીધી. તેણે મેચની નિર્ણાયક ક્ષણો પર વિકેટ લીધી, જ્યારે પણ તેની ટીમને તેની જરૂર પડી.

તમિલનાડુના સ્પિનર ​​અશ્વિને કાનપુર ટેસ્ટમાં 5 વિકેટ ઝડપી હતી અને તે આ યાદીમાં બીજા સ્થાને છે. અશ્વિન બુમરાહથી માત્ર એક રેટિંગ પોઈન્ટ પાછળ છે. રવીન્દ્ર જાડેજા ટોપ 10માં સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય બોલર છે અને રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર છે. શ્રીલંકાના સ્પિનર ​​પ્રભાત જયસૂર્યાએ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી અને સાતમું સ્થાન મેળવ્યું. તેણે હાલમાં જ ન્યુઝીલેન્ડ સામે 18 વિકેટ ઝડપી હતી અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ જીત્યો હતો. આ યાદીમાં પાકિસ્તાનનો માત્ર એક બોલર સામેલ છે. ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી 709 રેટિંગ પોઈન્ટ સાથે દસમા સ્થાને છે.

આ પણ વાંચો:  નંબર વન બની Team India, WTC ના ફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત

Tags :
Advertisement

.