ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Steve Waugh-Warne-McGrath ના માર્ગદર્શક Bob Simpson નું 89 વર્ષની વયે નિધન

Bob Simpson : ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને જાણીતા કોચ બોબ સિમ્પસનનું આજે 16 ઓગસ્ટે સિડનીમાં અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ – ત્રણેય ભૂમિકામાં સિમ્પસને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને નવી ઓળખ આપી હતી.
11:14 AM Aug 16, 2025 IST | Hardik Shah
Bob Simpson : ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને જાણીતા કોચ બોબ સિમ્પસનનું આજે 16 ઓગસ્ટે સિડનીમાં અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ – ત્રણેય ભૂમિકામાં સિમ્પસને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને નવી ઓળખ આપી હતી.
Former Australian cricketer Bob Simpson passes away

Bob Simpson : ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને જાણીતા કોચ બોબ સિમ્પસનનું આજે 16 ઓગસ્ટે સિડનીમાં અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ – ત્રણેય ભૂમિકામાં સિમ્પસને ઓસ્ટ્રેલિયન ક્રિકેટને નવી ઓળખ આપી હતી. તેઓ એવા ખેલાડીઓમાં જાણીતા હતા જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં કાંગારૂ ટીમને સંભાળી અને વિશ્વ કક્ષાની ટીમમાં ફેરવી.

ખેલાડી તરીકેની સિદ્ધિઓ

બોબ સિમ્પસન એક ઉત્તમ બેટ્સમેન હતા. તેમણે 62 ટેસ્ટ મેચોમાં 4869 રન બનાવ્યા, જેમાં તેમની એવરેજ 46.81 રહી હતી. તેમની કારકિર્દીમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. 1964માં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાયેલી એશિઝ ટેસ્ટમાં તેમણે 311 રનની ભવ્ય ઇનિંગ રમી હતી, જેને એશિઝ ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક ગણવામાં આવે છે. બીજી તરફ તેમની વનડે કારકિર્દી ખૂબ નાની રહી, પણ તેમણે 2 ODI મેચોમાં 36 રન બનાવ્યા હતા. તેઓ માત્ર બેટ્સમેન જ નહોતા, પરંતુ એક શાનદાર સ્લિપ ફિલ્ડર અને ઉપયોગી લેગ સ્પિનર પણ હતા. તેમના નામે ટેસ્ટમાં 71 વિકેટ અને વનડેમાં 2 વિકેટ નોંધાયેલી છે.

નિવૃત્તિ બાદ પણ ટીમ માટે યોગદાન

સિમ્પસન પ્રથમ વખત 1968માં નિવૃત્ત થયા, પરંતુ કેરી પેકરની વર્લ્ડ સિરીઝ દરમિયાન ફરીથી મેદાનમાં પરત ફર્યા અને ટીમને સંભાળવાની જવાબદારીભર્યું કામ કર્યું. તેમનો ડેબ્યૂ ડિસેમ્બર 1957માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં થયો હતો. જ્યારે તેમની છેલ્લી ટેસ્ટ એપ્રિલ 1978માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટનમાં રહી, જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ હતી.

કેપ્ટન તરીકેનું પ્રદર્શન

સિમ્પસને પોતાની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયન ટીમનું 39 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું. આમાંથી 12 જીત, 12 હાર અને 15 ડ્રોનો સમાવેશ થાય છે. તેમની કમાનમાં ઓસ્ટ્રેલિયાએ 2 વનડે મેચો પણ રમી, જેમાંથી એક જીત અને એક હાર મળી.

કોચિંગ કારકિર્દી અને સફળતા

ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી સિમ્પસને કોચિંગમાં કારકિર્દી બનાવી. 1986માં તેમને ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમની કોચિંગ હેઠળ યુવા ખેલાડીઓમાં નવી ઉર્જા આવી. કેપ્ટન એલન બોર્ડર સાથે તેમની જોડી અદભુત સાબિત થઈ. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાએ 1987માં ODI વર્લ્ડ કપ જીત, 1989માં ઇંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી જીત, 1995માં વેસ્ટ ઈન્ડિઝને તેમની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. વળી તેમની કોચિંગ હેઠળ જ સ્ટીવ વો, શેન વોર્ન અને ગ્લેન મેકગ્રા જેવા મહાન ખેલાડીઓ ઉભરી આવ્યા.

બોબ સિમ્પસનની મહાન કારકિર્દીને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવી.

આ પણ વાંચો :   'ધોનીએ બહાર કર્યા પછી નિવૃત્તિનો હતો વિચાર પણ..!' Virender Sehwag નું ચોંકાવનારું નિવેદન

Tags :
311 Runs vs England4869 Test Runs71 Test WicketsAge 89Alan Border PartnershipAshes 1989 VictoryAshes HeroAustralia ODI World Cup 1987Australian Cricket CoachAustralian Cricket Hall of FameBob SimpsonBob Simpson DeathFormer Australia CaptainGujarat FirstHardik ShahICC Hall of fameSlip FielderTest Cricket CareerWest Indies 1995 SeriesWisden Cricketer of the Year 1965
Next Article