Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Kohli ને કેમેરાની ફ્રેમમાં કેદ કરવા બસ ડ્રાઇવરે જોરદાર રસ્તો કાઢ્યો

વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફી થકી દિલ્હીની ટીમમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી છે. અને અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં બે વખત જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, વીડિયોમાં જોઇ શકાય છે કે, ડ્રાઇવર ચાલાકીથી પોતાનો ફોન એક બાજુ મુકી રહ્યો છે. જેથી પોતાને અને વિરાટ કોહલી અને દિલ્હીની ટીમના અન્ય ખેલાડીઓને એક જ ફ્રેમમાં કેદ કરી શકે.
viral kohli ને કેમેરાની ફ્રેમમાં કેદ કરવા બસ ડ્રાઇવરે જોરદાર રસ્તો કાઢ્યો
Advertisement
  • કિંગ કોહલીને કેમેરાની ફ્રેમમાં કેદ કરવા માટે બસ ચાલકે ચાલાકી કરી
  • કેમેરો ઓન કરીને બાજુમાં મુકી દીધો, ચહેરા પર ગંભીરતા લાવી દીધી
  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે

Bus Driver Use Trick To Capture Virat Kohli : આ વખતે યોજાયેલી વિજય હજારે ટુર્નામેન્ટ અનેક કારણોસર ખાસ રહી છે. ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની હાજરીને પગલે તેમાં ચાર ચાંદ લાગી ગયા હતા. બંનેના અસંખ્ય વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દિલ્હીની ટીમનો બસ ચાલક વિરાટ કોહલીને પોતાના કેમેરામાં કેદ કરવા માટે વિશેષ યુક્તિ અમજાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. ડ્રાઇવરના અભિનયે ખાસ કરીને લોકોના દિલ જીત્યા છે.

વિરાટ કોહલીએ બે મેચો રમી

આ વખતે વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફી થકી દિલ્હીની ટીમમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી છે. અને અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં બે વખત જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામે વન ડે સિરીઝની તૈયારીઓમાં જોડાયા છે. જેની શરૂઆત 11, જાન્યુઆરી - 2026 થી થનાર છે. કોહલીએ બેંગાલુરૂમાં બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલેન્સમાં દિલ્હી તરફથી બે મેચો રમી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો તાજેતરનો હોવાનો અંદાજ છે. તે દિવસે દિલ્હી અને ગુજરાતની ટીમો વચ્ચે મેચ રમાઇ હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

ચહેરા પર ગંભીરતા છલકાઇ આવી

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ડ્રાઇવર ચાલાકીથી પોતાનો ફોન એક બાજુ મુકી રહ્યો છે. જેથી પોતાને અને વિરાટ કોહલી અને દિલ્હીની ટીમના અન્ય ખેલાડીઓને એક જ ફ્રેમમાં કેદ કરી શકે, મજાની વાત એ છે કે, આ સમયે ડ્રાઇવરે પોતાનો ચહેરો ગંભીર બનાવી દીધો હતો, અને તેના ચહેરા પર પ્રશંસા અથવા ઉત્સાહના કોઇ પણ ભાવ જોવા મળ્યા ન્હતા. આમ કરવા પાછળનું કારણ કોઇને વીડિયોનો અંદાજો ના આવે તેમ હોવાનું અનુમાન છે.

બધાયને કેમેરામાં કેદ કરી લીધા

કોહલીની સાથે બસ ચાલકે ઇશાંત શર્મા સહિતના દિલ્હીની ટીમના અનેક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બસમાંથી ઉતરતા પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો કયા દિવસનો છે, તે અંગે કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. અને લોકો બસ ચાલકની ચાલાકીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો ------  જ્યારે 'કિંગ' ચકમો ખાઈ ગયા! જાણો કેવી રીતે વિશાલ જયસ્વાલે લીધી કોહલીની મોટી વિકેટ

Tags :
Advertisement

.

×