Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ In અને કોણ Out
- ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- રોહિતની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા રમશે ચેમ્પિયન્સ ટ્રોફી
- ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે
Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત અને યજમાન પાકિસ્તાન સિવાયની બધી 6 ટીમોએ તેમની ટીમોની જાહેરાત કરી છે. જ્યારે હવે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ થઇ ગઇ છે. મુખ્ય પસંદગીકાર કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જાણો કોણ કોણ છે ટીમમાં સામેલ આવો જાણીએ.
ટીમ ઈન્ડિયાની જાહેરાત
મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પહેલીવાર વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. શુભમન ગિલને ટૂર્નામેન્ટ માટે ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લાંબા સમયથી ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની રોહિત શર્માની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમમાં વાપસી થઈ છે. કુલદીપ યાદવ પણ વાપસી કરવામાં સફળ રહ્યા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં યજમાન પાકિસ્તાન સિવાયની તમામ 7 ટીમોએ તેમની ટીમોની જાહેરાત કરી છે. મુખ્ય પસંદગીકારે કહ્યું છે કે જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
Champions Trophy માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.
Champions Trophy ગ્રુપ
ગ્રુપ A- પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ બી - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ...
19 ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
01 માર્ચ - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, કરાચી
02 માર્ચ - ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
04 માર્ચ - સેમિફાઇનલ 1, દુબઈ
05 માર્ચ - સેમિફાઇનલ 2, લાહોર
09 માર્ચ - ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
10 માર્ચ - અનામત દિવસ
આ પણ વાંચો : Champions Trophy 2025: પંત કે સંજુ નહીં, 23 વર્ષના બેટ્સમેનથી કેએલ રાહુલનું સ્થાન ખતરામાં!