Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને ઝટકો, જસપ્રીત બુમરાહને લઇને આવ્યા ખરાબ સમાચાર
- ભારતીય ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર
- ચેમ્પિયન્સ ટ્રોફી માંથી બુમરાહની થયો બહાર
- બુમરાહ પીઠમાં ઈજાના કારણે થયો બહાર
Champions Trophy 2025:ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy )ની મેચ શરૂ કરશે.આ મેચમાં ટીમ જસપ્રીત બુમરાહની ( Jasprit Bumrah Injury)સેવાઓ મેળવી શકશે નહીં. કારણ કે તેની પીઠમાં સોજો આવી ગયો છે અને તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લઈ જવામાં આવી રહ્યો છે. બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર છે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી
આ શાનદાર ઝડપી બોલરને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને સ્કેન કરાવવા માટે મેચની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ છોડવું પડ્યું હતું. જોકે બુમરાહની ઈજાની ગંભીરતાને લઈને સસ્પેન્સ હતું, હવે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે.
બુમરાહ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ફિટ થવાની અપેક્ષા
બુમરાહ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ફિટ થવાની અપેક્ષા છે, જેનો અર્થ છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચોમાંથી બહાર થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં જોડાવા માટે NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મેળવતા પહેલા બુમરાહે બે કે ત્રણ પ્રેક્ટિસ મેચ રમવી પડશે.
શું બુમરાહ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં?
હવે જ્યારે આ અપડેટ સામે આવ્યું છે, ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે શું બુમરાહ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બુમરાહને સંપૂર્ણ સ્વસ્થ થવામાં માર્ચના પહેલા અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે, તેનો સીધો અર્થ એ છે કે 22 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચમાં બુમરાહ ભારતીય ટીમનો ભાગ બની શકશે નહીં.
આ પણ વાંચો-Yuzvendra Chahal એ કરી જીવનની નવી શરૂઆત, ઇન્સ્ટાગ્રામ પર આપી ખુશખબરી
ભારતની છેલ્લી ગ્રુપ મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે છે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની છેલ્લી ગ્રુપ મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે છે, તે સ્પષ્ટ નથી કે બુમરાહ રમવા માટે તૈયાર થશે કે નહીં. આ પહેલા ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ અને 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. ભારત તેની તમામ મેચો દુબઈમાં રમશે, કારણ કે ટીમે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો અને આખરે ICC હાઇબ્રિડ મોડલ માટે સંમત થયું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલ 4 અને 5 માર્ચે અને ફાઈનલ 9 માર્ચે યોજાવાની છે.તો બીજી તરફ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. શુક્રવારે (11 જાન્યુઆરી) BCCI દ્વારા ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં શમીનું નામ પણ સામેલ હતું. શમી લગભગ 14 મહિના પછી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.