ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Champions Trophy: ભારતીય અમ્પાયરે પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો,જાણીને ચોંકીજશો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોઈ ભારતીય અમ્પાયરે જોવા મળે નીતિન મેનને અંગત કારણોસર પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો મેચ રેફરી જવાગલ શ્રીનાથ પણ પાકિસ્તાન જશે નહીં Champions Trophy :પાકિસ્તાન આ મહિનાથી ICC Champions Trophy 2025નું આયોજન કરવા જઈ રહ્યું છે.પરંતુ આ...
11:22 AM Feb 06, 2025 IST | Hiren Dave
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોઈ ભારતીય અમ્પાયરે જોવા મળે નીતિન મેનને અંગત કારણોસર પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો મેચ રેફરી જવાગલ શ્રીનાથ પણ પાકિસ્તાન જશે નહીં Champions Trophy :પાકિસ્તાન આ મહિનાથી ICC Champions Trophy 2025નું આયોજન કરવા જઈ રહ્યું છે.પરંતુ આ...
Nitin Menon

Champions Trophy :પાકિસ્તાન આ મહિનાથી ICC Champions Trophy 2025નું આયોજન કરવા જઈ રહ્યું છે.પરંતુ આ પહેલા પણ ટુર્નામેન્ટને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય અમ્પાયર નીતિન મેનને પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના  આ સતાવર આ માહિતી આપી નથી. મળતી માહિતી  મુજબ નીતિન મેનને અંગત કારણોસર આ નિર્ણય લીધો છે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

ટીમમાં 3 મેચ રેફરી અને 12 અમ્પાયરનો સમાવેશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બુધવારે (5 ફેબ્રુઆરી) ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોના અધિકારીઓની જાહેરાત કરી. આ અંતર્ગત, ICC એલીટ પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય અમ્પાયર નીતિન મેનને ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. 15 સભ્યોની અધિકારીઓની ટીમમાં 3 મેચ રેફરી અને 12 અમ્પાયરનો સમાવેશ થાય છે.

આ પણ  વાંચો-IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વન-ડે,જાણો Pitch Report

8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય 2 ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે.

આ પણ  વાંચો-Women's Under-19 T20WC : ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ ખેલાડી પર રૂપિયાનો વરસાદ!

ગ્રુપ A – પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ

ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે

આ પછી દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પહેલી સેમિફાઇનલ દુબઈમાં રમાશે અને બીજી લાહોરમાં રમાશે, આ પછી ફાઇનલ મેચ રમાશે. આવી સ્થિતિમાં જો કોઈ ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.

બધી મેચો 4 સ્થળોએ રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફીની આ બધી 15 મેચ 4 સ્થળોએ રમાશે, પાકિસ્તાનમાં 3 સ્થળો હશે. જ્યારે એક સ્થળ દુબઈ હશે. ભારતીય ટીમ તેની બધી મેચ ફક્ત દુબઈમાં જ રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાય થાય છે, તો ફાઇનલ પણ દુબઈમાં યોજાશે. નહિંતર ટાઇટલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે. સેમિફાઇનલ મેચ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં યોજાશે, જ્યારે બીજી સેમિફાઇનલ લાહોરમાં રમાશે. પાકિસ્તાનના 3 સ્થળોએ એક સેમિફાઇનલ સહિત 10 મેચ રમાશે. આ 3 સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી છે.

Tags :
CHAMPIONS TROPHYChampions trophy 2025 squadsChampions Trophy Ind vs PakChampions Trophy UmpiresCricket Newsicc champions trophy 2025 matchesicc champions trophy 205ICC Champions Trophy WikiIndiaindia champions trophyIndia vs PakistanJavagal SrinathNitin Menonno indian officials in champions trophyPakistanwhat is champions trophy
Next Article