Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના જોરદાર વિરોધ સામે પાકિસ્તાન ઝૂક્યું, Champions Trophy ના નવા શેડ્યૂલમાંથી PoK બહાર!

Champions Trophy પ્રવાસના શેડ્યૂલમાં ફેરફાર PoK સ્થળને શેડ્યૂલમાંથી બહાર કરવામાં આવ્યું હતું BCCI એ શિડ્યુલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો ભારતના ઉગ્ર વિરોધ પર તરત જ કાર્યવાહી કરતા, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)ના પ્રદર્શન...
ભારતના જોરદાર વિરોધ સામે પાકિસ્તાન ઝૂક્યું  champions trophy ના નવા શેડ્યૂલમાંથી pok બહાર
Advertisement
  1. Champions Trophy પ્રવાસના શેડ્યૂલમાં ફેરફાર
  2. PoK સ્થળને શેડ્યૂલમાંથી બહાર કરવામાં આવ્યું હતું
  3. BCCI એ શિડ્યુલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો

ભારતના ઉગ્ર વિરોધ પર તરત જ કાર્યવાહી કરતા, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)ના પ્રદર્શન પ્રવાસ માટે નવું શેડ્યૂલ બહાર પાડ્યું છે. આ નવા શેડ્યૂલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના કોઈ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

PoK ના કાર્યક્રમ પર BCCI એ કર્યો વિરોધ...

PoK ના કાર્યક્રમ પર BCCI એ વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે PCB ના કાર્યક્રમમાં PoK ને સામેલ કરવા પર ICC સમક્ષ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વિશ્વ સંસ્થાએ તરત જ આના પર કાર્યવાહી કરી અને શનિવારે જાહેર કરાયેલા કાર્યક્રમમાંથી PoK ના શહેરોને હટાવી દીધા. પાકિસ્તાન પ્રવાસ પછી, ટ્રોફી અફઘાનિસ્તાન (26-28 નવેમ્બર), બાંગ્લાદેશ (10-13 ડિસેમ્બર), દક્ષિણ આફ્રિકા (15-22 ડિસેમ્બર), ઓસ્ટ્રેલિયા (25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી), ન્યુઝીલેન્ડ (6-11 જાન્યુઆરી), ઈંગ્લેન્ડ (12-14 જાન્યુઆરી) અને ભારત (15-26 જાન્યુઆરી) આપવામાં આવશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Champions Trophy 2025 : ICC ની પાકિસ્તાનને ઝાટકણી!

ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાશે...

ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી શકે છે. પાકિસ્તાન સ્પર્ધાની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે લંડનના ઓવલ ખાતે 2017 માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વખતે ટૂર્નામેન્ટના આયોજનને લઈને આશંકા છે કારણ કે અહેવાલો અનુસાર ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ICC ઉકેલ શોધવા માટે PCB સાથે વાતચીત કરી રહ્યું છે. તેમાં હાઇબ્રિડ મોડલ અપનાવવા અથવા તેને પાકિસ્તાનની બહાર હોસ્ટિંગ જેવા કે સંયુક્ત આરબ અમીરાત અથવા દક્ષિણ આફ્રિકાનો પણ સમાવેશ થાય છે. PCB ના સૂત્રોએ ગઈ કાલે કહ્યું હતું કે, ICC ની મંજૂરી મળ્યા બાદ ટ્રોફી ટૂરનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું અને તે PCB નો એકપક્ષીય નિર્ણય નથી.

આ પણ વાંચો : IND vs AUS : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝડકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×