China Masters 2026 : ભારતની સ્ટાર બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ (Satwik-Chirag) ચાઇના માસ્ટર્સ 2026 (China Masters 2026)નો ખિતાબ જીતીને શાનદાર કમબેક કર્યું છે. રોમાંચક ફાઇનલમાં ભારતીય જોડીએ ચીનની જોડી હે જી તિંગ અને રેન શિયાંગ યુને 11-21, 21-13, 21-17થી હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે. આ સાથે તેમને $92,500ની ઇનામી રકમ પણ મળી છે.
China Masters 2026 : ભારતની સ્ટાર પુરુષ ડબલ્સ જોડી (Men's Doubles Pair) સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી (Satwiksairaj Rankireddy) અને ચિરાગ શેટ્ટીએ (Chirag Shetty) આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. 'ચાઇના માસ્ટર્સ 2026' (China Masters 2026) ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં (Title Clash) ભારતીય જોડીએ શાનદાર વાપસી કરીને યજમાન ચીનની જોડી હે જી તિંગ અને રેન શિયાંગ યુને 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 11-21, 21-13, 21-17 થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ ઐતિહાસિક જીત સાથે સાત્વિક-ચિરાગની જોડીએ 92,500 ડોલર (આશરે રૂ. 87 લાખ) ની માતબર ઇનામી રકમ (Prize Money) પણ મેળવી છે.
ત્રીજા પ્રયાસે જીત્યો ઐતિહાસિક ખિતાબ
ચાઇના માસ્ટર્સના મંચ પર સાત્વિક અને ચિરાગનો આ ત્રીજો ફાઇનલ મુકાબલો હતો. આ અગાઉ તેઓ વર્ષ 2023 અને 2025 માં ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ બંને વખતે તેમને રનર્સ-અપ એટલે કે ઉપવિજેતા (Runners-up) બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે પૂર્વ વર્લ્ડ નંબર-4 ચીની જોડી સામે પ્રથમ ગેમ 11-21 થી એકતરફી ગુમાવ્યા છતાં ભારતીય જોડીએ દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજી ગેમ 21-13 થી જીતી મેચમાં બરાબરી કર્યા બાદ નિર્ણાયક ગેમમાં સાત્વિકના પાવરફુલ સ્મેશ (Powerful Smash) અને ચિરાગના શાનદાર નેટ પ્લેના (Net Play) દમ પર 21-17 થી મેચ સીલ કરી લીધી હતી. આ સાથે ભારતીય જોડીએ ચીની જોડી સામે અજેય રેકોર્ડ જાળવી રાખતાં હેડ-ટુ-હેડ (Head-to-Head) રેકોર્ડ 3-0 કરી લીધો છે.
સિઝનનો બીજો મોટો ખિતાબ અને આગામી પડકારો (China Masters 2026)
સાત્વિક અને ચિરાગની જોડી માટે વર્તમાન સિઝનનો આ બીજો મોટો ખિતાબ છે. આ પહેલા તેમણે 'સિંગાપોર ઓપન સુપર 750' (Singapore Open Super 750) નો ખિતાબ જીત્યો હતો, જ્યારે 'થાઈલેન્ડ ઓપન સુપર 500' (Thailand Open Super 500) ના ફાઇનલમાં તેઓ ઉપવિજેતા રહ્યા હતા. સાત્વિકના ખભાની ઈજા (Shoulder Injury) અને ફિટનેસની સમસ્યાઓના (Fitness Concerns) કારણે આ સિઝન પડકારોથી ભરેલી રહી છે. તેમ છતાં મોટા મંચ પર દબાણ નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા આ પ્રદર્શનથી સાબિત થાય છે. 'એશિયન ગેમ્સ 2026' (Asian Games 2026) પહેલાં મળેલી આ શાનદાર જીત ભારતીય બેડમિન્ટન (Indian Badminton) માટે મોટું મનોબળ પૂરું પાડનારી (Morale Booster) સાબિત થશે.
આ પણ વાંચો : World Archery Para Series 2026: રિવરફ્રન્ટ પર વિશ્વભરના તીરંદાજોનો મેળાવડો, હરવિંદર સિંહ અને ભાવનાએ મેળવ્યું ત્રીજું સ્થાન