ક્રિકેટ જગતથી નિરાશાના કિનારે! વિનોદ કાંબલી કરતા પણ ખરાબ છે આ ખેલાડીની હાલત
- વિનોદ કાંબલી અને લૂ વિન્સેન્ટ: ક્રિકેટ જગતના આ સિતારાઓની દુઃખદ કહાની
- વિનોદ કાંબલીની હાલત અને લૂ વિન્સેન્ટની દુઃખદ કારકિર્દી
- Lou Vincent : ગેરમાર્ગે દોરતી દુનિયા અને આત્મહત્યા માટેના વિચાર
- ક્રિકેટથી નિરાશાના કિનારે: લૂ વિન્સેન્ટ અને વિનોદ કાંબલીની કથા
New Zealand Player Lou Vincent Condition Worse : વિનોદ કાંબલી, ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન, હાલ ખૂબ ચર્ચામાં આવ્યા છે. કાંબલી એક સમયે ભારતીય ક્રિકેટના મોટા નામોમાંથી એક હતા, જેમણે પોતાની બેટિંગથી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ હવે તેમની હાલત એવી છે કે, ન તો તેઓ બરાબર બોલી શકે છે અને ન તો તેઓ ચાલી શકે છે. કાંબલીની આ હાલતથી તેમનાં ચાહકો શોકમાં ડૂબી ગયા છે. આ દરમિયાન વધુ એક ક્રિકેટરનું નામ સામે આવ્યું છે, જેની હાલત વિનોદ કાંબલી કરતા પણ ખરાબ છે.
લૂ વિન્સેન્ટ: ક્રિકેટની આશાવાદી કારકિર્દીથી નિરાશા સુધી
વિનોદ કાંબલીની દુઃખદ વાત વચ્ચે, લૂ વિન્સેન્ટ (Lou Vincent) નો પણ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. લૂ વિન્સેન્ટ ન્યૂઝીલેન્ડના એક જાણીતા ક્રિકેટર હતા, જેમણે ટેસ્ટ અને વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમની કારકિર્દી ઉપરાંત, લૂ વિન્સેન્ટની સૌથી યાદગાર ક્ષણ 2000માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ મેચમાં સદી ફટકારી તે હતી. તેઓ પોતાની કારકિર્દી દરમિયાન મેચ ફિક્સિંગમાં સંલગ્ન થવા પર આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. જ્યાથી તેમની પડતીની શરૂઆત થવા લાગી હતી.
ફિક્સિંગના આરોપ અને મનોદશામાં સંઘર્ષ
લૂ વિન્સેન્ટને 2004માં મૅચ ફિક્સિંગના આરોપમાં આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. જોકે, એ ચિંતાજનક પ્રતિબંધ 2023માં હળવો થયો છે, અને હવે તે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લઈ શકે છે. વિન્સેન્ટે કહ્યું હતું કે, 28 વર્ષની ઉંમરે તે માનસિક રીતે ખૂબ જ તણાવ અને ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે ભારતનો પ્રવાસ કર્યો અને અહીં આવતા જ તે મેચ ફિક્સિંગ ગેંગનો ભાગ બની ગયો હતો. તેણે જણાવ્યું કે, આ ગેંગ સાથે જોડાવવું તેની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે તે માનતો હતો કે આ ગેંગ તેને સહાય કરશે.
જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી
લૂ વિન્સેન્ટના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. તેનું પારિવારિક પૃષ્ઠભૂમિ સારું ન હતું. આ કારણોસર, તે હંમેશા તેની આસપાસ ભાવનાત્મક ટેકો શોધતો હતો. આ કારણોસર તે આ ખતરનાક દુનિયાનો એક ભાગ બની ગયો. પોતાના જીવન વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું 12 વર્ષથી મારી સંભાળ રાખું છું. આ કારણે, હું હંમેશા મારી આસપાસના લોકોના કહેવામાં આવી જતો હતો. હું પ્રેમ કરવા માંગતો હતો અને હું સરળતાથી કોઇના પણ કહેવામાં આવી જતો હતો." આ સમય દરમિયાન, તેણે કહ્યું કે તેને મેચ ફિક્સિંગ ગેંગનો ભાગ બનવાના જોખમોનો અહેસાસ થવા લાગ્યો. તેણે કહ્યું, “આ એક એવી દુનિયા છે જેમાંથી બહાર નીકળવું સરળ નથી. હંમેશા જોખમ રહેલું છે કારણ કે તેઓ તમને અને તમારા પરિવારને જાણે છે.” તેણે કહ્યું કે તે 27 વર્ષની ઉંમરે આત્મહત્યા કરવા માંગતો હતો.
આ પણ વાંચો: ICC Champions Trophy 2025 : પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, માનવી પડી ભારતની વાત