ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ જગતમાં શોક: 17 વર્ષીય બેન ઓસ્ટિનનું માથામાં બોલ વાગતા નિધન

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ જગત માટે આજે એક દુઃખદ સમાચાર છે. 17 વર્ષીય યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનનું T20 મેચની પ્રેક્ટિસ દરમિયાન માથાના ભાગે (ગરદન પાસે) બોલ વાગવાથી નિધન થયું છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. હેલ્મેટ હોવા છતાં આ અકસ્માત થયો હતો. લગભગ 10 વર્ષ પછી ઑસ્ટ્રેલિયામાં આ ફિલ હ્યુજ્સ જેવો જ બીજો દર્દનાક અકસ્માત છે. ક્લબે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
10:18 AM Oct 30, 2025 IST | Mihirr Solanki
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ જગત માટે આજે એક દુઃખદ સમાચાર છે. 17 વર્ષીય યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનનું T20 મેચની પ્રેક્ટિસ દરમિયાન માથાના ભાગે (ગરદન પાસે) બોલ વાગવાથી નિધન થયું છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. હેલ્મેટ હોવા છતાં આ અકસ્માત થયો હતો. લગભગ 10 વર્ષ પછી ઑસ્ટ્રેલિયામાં આ ફિલ હ્યુજ્સ જેવો જ બીજો દર્દનાક અકસ્માત છે. ક્લબે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
17 વર્ષીય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બેન ઓસ્ટિનનું નિધન

Cricketer Ben Austin Death : આજે સવાર-સવારમાં ક્રિકેટ જગતને એક અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. ઑસ્ટ્રેલિયાના 17 વર્ષીય યુવા ક્રિકેટર બેન ઑસ્ટિન (Ben Austin Death)નું T20 મેચના અભ્યાસ દરમિયાન માથામાં બોલ વાગવાથી નિધન થયું છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (CA) એ આ યુવા ક્રિકેટરના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે. લગભગ 10 વર્ષ પછી ઑસ્ટ્રેલિયામાં ફિલ હ્યુજ્સ જેવો જ દર્દનાક અકસ્માત જોવા મળ્યો છે. હેલ્મેટ પહેર્યા હોવા છતાં, 17 વર્ષીય યુવા બેન ઑસ્ટિનને બોલ તેમની ગરદન પાસે (Cricket Accident Australia) વાગ્યો હતો, જેના પછી તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ દુઃખ વ્યક્ત કર્યું – Cricket Australia Statement

ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબ (Ferntree Gully Cricket Club) માટે રમતા બેન ઑસ્ટિન T20 મેચ પહેલાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તે સમયે સાઇડ આર્મ બોલર દ્વારા ફેંકાયેલો બોલ તેમને ગરદન પર વાગ્યો હતો. આ ઘટના પછી પેરામેડિક્સ ટૂંક સમયમાં વેલી ટ્યુ રિઝર્વ ખાતે પહોંચ્યા અને ઑસ્ટિનને મોનાશ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. જોકે, બેનની હાલત શરૂઆતથી જ સારી નહોતી.

સૌથી પહેલા આ દુઃખદ સમાચારની જાણ વિક્ટોરિયાના ક્રિકેટ પ્રમુખ નિક કમિન્સે કરી હતી. ત્યારબાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઇક બેયર્ડે (Mike Baird Statement) શોક વ્યક્ત કરતાં કહ્યું, "અમુક દિવસો એવા હોય છે જ્યારે તમારું હૃદય તૂટી જાય છે, અને આજનો દિવસ તેમાંથી એક છે. ક્રિકેટ એક એવી રમત છે જે લોકોને અને સમુદાયોને એકસાથે લાવે છે. આ એક એવી રમત છે જે ખૂબ જ ઊંડાણપૂર્વક અનુભવાય છે."

ક્લબ દ્વારા બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ – Ferntree Gully Cricket Club

બેનના નિધન પછી તેમની ક્લબ, ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબે, ફેસબુક પર એક ભાવુક પોસ્ટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું:

આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 125 રનથી હરાવ્યું, વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલીવાર કરી ધમાકેદાર એન્ટ્રી

Tags :
Ben Austin DeathCricket Accident AustraliaCricket Australia StatementCricket NewsFerntree Gully Cricket ClubHead Injury CricketMike Baird StatementPhil Hughes TragedySidearm Bowler InjuryYouth Cricket Safety
Next Article