Yuvraj Singh એ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેના નિર્ણયને લઇને મન ખોલ્યું
- પૂર્વ ક્રિકેટર Yuvraj Singh એ વર્ષ 2019 માં લીધેલા નિર્ણય અંગે મન ખોલ્યું
- Sania Mirza ના શો પર Yuvraj Singh એ પોતાના કારણો જણાવ્યા
- તે સમયે તેને કોઇના સાથ મળ્યો નહતો હોવાનો ઉલ્લેખ કર્યો
Yuvraj Singh Speak On Sania Mirza Show : પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે હવે જૂન 2019 માં વર્લ્ડ કપની વચ્ચે જ નિવૃત્તિ લેવા પાછળના કારણોનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તે સમયે તે એકલા પડી ગયા હતા, અને તેને લાગ્યું કે, કોઈ તેની રમતનું સન્માન કરતું નથી. યુવરાજ સિંહે 2019 માં IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિ લીધી હતી. યુવરાજ સિંહ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને બહાર કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
હું કેમ રમી રહ્યો છું ? (Yuvraj Singh Speak On Sania Mirza Show)
પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના શો Serving it Up with Sania વાત કરતા યુવરાજ સિંહે ખેલાડીએ કહ્યું કે, તેને રમવામાં મજા આવી રહી ન હતી, અને તેને સન્માન અને સમર્થન મળી રહ્યું ન હતું. આના કારણે તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. સાનિયા મિર્ઝા સાથેની વાતચીતમાં, 2011 ના વર્લ્ડ કપ વિજેતાના હીરો યુવરાજે કહ્યું, "હું મારી રમતનો આનંદ માણી રહ્યો ન હતો. મને લાગ્યું કે જ્યારે હું આ રમતનો આનંદ માણી રહ્યો નથી, ત્યારે હું કેમ રમી રહ્યો છું ? મને કોઈનો ટેકો મળી રહ્યો ન હતો. મને માન આપવામાં આવી રહ્યું ન હતું. અને મને આશ્ચર્ય થયું કે, હું એવી વસ્તુને કેમ વળગી રહ્યો હતો, જેનો મને આનંદ નહોતો ?" મારે શા માટે રમવાની જરૂર છે ? મારે શું સાબિત કરવાની જરૂર છે ? હું શારીરિક અને માનસિક રીતે વધુ કરી શકતો નથી. તે મને દુઃખ પહોંચાડી રહ્યું હતું. અને જે દિવસે મેં રમત છોડી દીધી, તે જ દિવસે મને તે અનુભવાવા લાગ્યું હતું.
આ પણ વાંચો ------ T20 World Cup: પાકિસ્તાને પલટી મારી! ભારે હોબાળા બાદ શ્રીલંકા જવા ફ્લાઈટ બુક કરાવી, શું વર્લ્ડકપ રમશે?
મૂલ્યાંકન કરવાનો પણ સમય નહોતો (Yuvraj Singh Speak On Sania Mirza Show)
વાતચીત દરમિયાન, યુવરાજે તેની કારકિર્દીની શરૂઆતમાં તેની પ્રતિભા વિશે ઉભા થયેલા પ્રશ્નો વિશે પણ વાત કરી હતી. નવજોત સિંહ સિદ્ધુએ તેની પ્રતિભાને નકારી કાઢી હતી, આ અંગે, યુવરાજ સિંહે કહ્યું કે, "હવે, જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે, તેઓની પાસે મારી રમતનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવાનો પણ સમય નહોતો. તે ફક્ત મારા પિતાની સામે સારો બનવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે તે ભારત માટે પણ રમી રહ્યો હતો, તેથી કદાચ તેણે એવું કહ્યું. હું તે સમયે 13-14 વર્ષનો હતો, રમતને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં તેને વ્યક્તિગત રીતે ન લીધું, પરંતુ મારા પિતાએ લીધું હતું. તેમણે કહ્યું, 'ચાલ દીકરા, હું તને ક્રિકેટ કેવી રીતે રમવું તે બતાવીશ.'"
ક્રિકેટના સફરની ઝાંખી
યુવીએ 2000 માં ICC નોકઆઉટ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી. 2011 વર્લ્ડ કપમાં તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ------ T20 World Cup 2026 ના ફાઇનલમાં ભારત આ ટીમ જોડે ટકરાઇ શકે !


