Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Yuzvendra Chahal એ અભિનેત્રી પર કર્યો કેસ, છુટાછેડા પહેલાના મામલે કાર્યવાહી

Yuzvendra Chahal જૂના મમાલે એક્શનમાં આવ્યા છે, તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર તેની બોલ્ડ વેબ સિરીઝ માટે જાણીતી તાનિયા ચેટર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. તેણે આ સંદેશાઓ શેર કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે ઝડપથી વાયરલ થયો હતો. હકીકતમાં, તેણે કેમેરા સામે ક્રિકેટરના સંદેશાઓ બતાવ્યા હતા. જેથી વિવાદ વધ્યો હતો
yuzvendra chahal એ અભિનેત્રી પર કર્યો કેસ  છુટાછેડા પહેલાના મામલે કાર્યવાહી
Advertisement
  • Yuzvendra Chahal જૂના મમાલે એક્શનમાં આવ્યા છે
  • ક્યૂટ મેસેજ મામલે દાવો કરનાર અભિનેત્રી સામે દાવો માંડ્યો
  • માનહાનીનો કેસ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઇ છે

Yuzvendra Chahal : તાનિયા ચેટર્જીએ (Tania Chatterjee) ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓ બતાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેને તે ક્યૂટ લાગી હતી. તેણીએ પાપારાઝી સામે આવીને તેમની અંગત ચેટ્સ કેમેરા પર બતાવી હતી. ત્યારબાદ તેણે ક્રિકેટરની પ્રોફાઇલ ખોલી હતી. હવે, આ સનસનીખેજ મામલે ક્રિકેટરે અભિનેત્રી સામે માનહાનિનો કેસ (Deformation Case) દાખલ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, તેણે તેમના છૂટાછેડા પહેલા આ સંદેશાઓ મોકલ્યા હતા. આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે.

Yuzvendra Chahal, ક્રિકેટરના સંદેશા બતાવ્યા

OTT પ્લેટફોર્મ પર તેની બોલ્ડ વેબ સિરીઝ માટે જાણીતી તાનિયા ચેટર્જીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. તેણે આ સંદેશાઓ શેર કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે ઝડપથી વાયરલ થયો હતો. હકીકતમાં, તેણે કેમેરા સામે ક્રિકેટરના સંદેશાઓ બતાવ્યા હતા. અભિનેત્રીના દાવા બાદ ક્રિકેટરના ચાહકો તરફથી પ્રશ્નોનો દોર શરૂ કર્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------ Virat Kohli ની એક લાઇકથી જર્મન ઇન્ફ્લુએન્સર ચર્ચિત ચહેરો બની !

Yuzvendra Chahal, દાવાની પુષ્ટિ કરી

વીડિયો વાયરલ થયા પછી, ચહલની ટીમે અહેવાલ મુજબ તાનિયાને સંદેશાઓ ડિલીટ કરવા કહ્યું હતું. આ પછી, તેણીએ દાવો કર્યો છે કે, જ્યારે તેણીએ આમ ન કર્યું, ત્યારે તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તાનિયાએ પોતે ક્રિકેટરના માનહાનિના દાવાની પુષ્ટિ કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે તેણીએ તેની છબીને કલંકિત કરી નથી, માનહાનિનો અર્થ કોઈનું અપમાન કરવું છે. તેણીએ તેનું અપમાન કર્યું નથી.

તેણે મને ક્યૂટ કહ્યું

તેણીએ વદુમાં કહ્યું કે, તે (યુઝવેન્દ્ર) એક ભારતીય ક્રિકેટર છે, અને મને તેના પર ગર્વ છે. હું તેનો આદર કરું છું, અને મારા જીવનભર આમ કરતી રહીશ. મેં તેની અંગત છબી કે પાત્ર પર કોઈ ટિપ્પણી કરી નથી, તેથી તેને બદનામ કરવું યોગ્ય નથી. તેણે મને ક્યૂટ કહ્યું હતું, અને મેં તે શેર કર્યું છે.

કોઇ ટિપ્પણી કરી નથી

પાપારાઝી સાથે વાત કરતા તાનિયાએ કહ્યું કે, તેને ખ્યાલ નહોતો કે, આ વીડિયો આટલો વાયરલ થશે, અને તે જ ટ્રોલિંગનો સામનો કરશે. તેણીએ એમ પણ કહ્યું કે, તેણીએ ચહલની છબી ખરાબ કરી નથી, કે તેની છબી કે અંગત જીવન પર કોઈ ટિપ્પણી કરી નથી.

ઘટનાક્રમની ટાઇમ લાઇન

તાનિયાના મતે, આ સંદેશ 2023 માં મોકલવામાં આવ્યો હતો, જ્યારે ચહલના લગ્ન ધનશ્રી વર્મા સાથે થયા હતા. જો કે, ચહલ અને ધનશ્રીના 2025 માં છૂટાછેડા થયા હતા, જે સમગ્ર મામલા પર વધુ પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

આ પણ વાંચો ------------ 'સુપર કેચ' પકડીને Shreyas Iyer છવાયો, Sachin Tendulkar ની ચાહના મેળવી

Tags :
Advertisement

.

×