CSK vs KKR Result: ચેન્નાઇએ KKRને 32 રને આપી શરમજનક હાર
- KKR ની સીઝનમાં ચોથી હાર, પ્લેઓફની રેસ બની રોમાંચક (CSK vs KKR Result)
- નૂર અહેમદે 3 વિકેટ ઝડપી KKR ના બેટિંગ ઓર્ડરને વેરવિખેર કર્યો
- સંજુ સેમસનના 48 રનની મદદથી ચેન્નાઈએ બનાવ્યા 192 રન
- 193 રનના ટાર્ગેટ સામે કોલકાતા માત્ર 160 રન જ બનાવી શક્યું
ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (Chepauk Stadium) ખાતે રમાયેલી આઈપીએલ 2026 ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સને 32 રને પરાજય આપ્યો છે. CSK એ આપેલા 193 રનના મજબૂત લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKR ની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈના સ્પિનર નૂર અહેમદની (Noor Ahmad) ધારદાર બોલિંગ સામે KKR ના બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા, જેના કારણે ચેન્નાઈને આ સીઝનની એક મહત્વની જીત મળી છે.
CSK vs KKR Result: ગાયકવાડ ફ્લોપ, આયુષ અને સંજુની લડત
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ (Chepauk Stadium) ખાતે રમાયેલી આ મેચમાં KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ (Ajinkye Rahane) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી CSK ની શરૂઆત તો આક્રમક રહી હતી, પરંતુ માત્ર 25 રનના સ્કોર પર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) 6 બોલમાં 7 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ આયુષ મ્હાત્રેએ (Ayush Mhatre) 38 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. બીજી તરફ, સંજુ સેમસન (Sanju Samson) 32 બોલમાં 38 રન બનાવીને ક્રિઝ પર સેટ થઈ રહ્યો હતો, ત્યારે કાર્તિક ત્યાગીએ 148.1 કિમીની ઝડપે ફેંકેલા ઘાતક બોલ પર તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.
The sweet taste of a home victory 🥳
Making it two massive wins in a row ✌️ @ChennaiIPL are 𝘽𝙪𝙞𝙡𝙙𝙞𝙣𝙜 𝙩𝙝𝙚 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙪𝙢 in front of the home fans 💛Scorecard ▶️ https://t.co/jWkXVCPxj5#TATAIPL | #KhelBindaas | #CSKvKKR pic.twitter.com/JhCmZ7wsD1
— IndianPremierLeague (@IPL) April 14, 2026
ડેથ ઓવર્સમાં CSK નો સંઘર્ષ
મધ્યમ ક્રમમાં સરફરાઝ ખાન (Sarfaraz Khan) અને બ્રેવિસે (Brevis) ટીમની ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇનિંગના અંતે CSK ના બેટ્સમેનો જોઈએ તેવું ફિનિશ આપી શક્યા નહોતા. KKR ના બોલરો સામે રન બનાવવા માટે ચેન્નાઈના બેટ્સમેનો અંતિમ ઓવરોમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે ટીમ 200 રનના આંકડા સુધી પહોંચી શકી નહોતી અને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવી શકી હતી.
કાર્તિક ત્યાગીની ઘાતક બોલિંગ
KKR તરફથી કાર્તિક ત્યાગીએ (Kartik Tyagi) શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની 4 ઓવરમાં 35 રન આપીને સંજુ અને બ્રેવિસ જેવી બે મોટી વિકેટો ઝડપી હતી. સુનીલ નરેને (Sunil Narine) અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 21 રન આપી 1 વિકેટ લીધી હતી. અનુકૂળ રોયને પણ 1 સફળતા મળી હતી. જોકે, વૈભવ અરોરા ઘણો મોંઘો સાબિત થયો હતો, તેણે 4 ઓવરમાં 55 રન લૂંટાવ્યા હતા. વરુણ ચક્રવર્તી અને ગ્રીન આજે વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચો: CSK vs KKR IPL 2026 : સંજુ સેમસનનો ચેપૉકમાં સપાટો, KKR ને મળ્યો 193 રનનો પડકાર!


