ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CT 2025: સેમીફાઈનલ પહેલા ભારતીય દિગ્ગજ ખેલાડીનું થયું અવસાન

મેચ પહેલ ભારતીય ક્રિકેટને મોટો ઝટકો દેશે એક મહાન ખેલાડી ગુમાવ્યો દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકર નિધન CT 2025ળ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ(CT 2025) 4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા ( India vs Australia )વચ્ચે યોજાવાની છે અને આ મેચ પહેલા જ...
10:56 PM Mar 03, 2025 IST | Hiren Dave
મેચ પહેલ ભારતીય ક્રિકેટને મોટો ઝટકો દેશે એક મહાન ખેલાડી ગુમાવ્યો દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકર નિધન CT 2025ળ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ(CT 2025) 4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા ( India vs Australia )વચ્ચે યોજાવાની છે અને આ મેચ પહેલા જ...
Padmakar Shivalkar passes away

CT 2025ળ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ(CT 2025) 4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા ( India vs Australia )વચ્ચે યોજાવાની છે અને આ મેચ પહેલા જ ભારતીય ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખર દેશે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે. આ દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકર (Padmakar Shivalkar)છે જેમનું સોમવાર 3 માર્ચે અવસાન થયું.

પદ્મકર શિવાલકર 84 વર્ષના હતા અને તેમને મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. પદ્મકર શિવાલકર ભારતીય ઘરેલુ ક્રિકેટના એક અનુભવી ખેલાડી છે, જે 20 વર્ષ મુંબઈ માટે રમ્યા છે. પરંતુ તેમના ઉત્તમ પ્રદર્શન છતાં, તેમને ક્યારેય ટીમ ઈન્ડિયામાં રમવાની તક મળી નહીં. પદ્મકર શિવાલકર ટીમ ઈન્ડિયામાં રમી શક્યા નહીં કારણ કે તે સમયે તેમની જેમ ડાબોડી સ્પિનર ​​બિશન સિંહ બેદી ટીમ ઈન્ડિયાના મુખ્ય બોલરોમાંના એક હતા.

આ પણ  વાંચો -CT 2025: સેમીફાઈનલ મેચમાં વરસાદ પડે તો કેવી રીતે નક્કી થશે પરિણામ?

પદ્મકર શિવાલકરનું કરિયર

શિવાલકરે 21 વર્ષની ઉંમરે 1961/62 સીઝનમાં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી અને 1987/88 સીઝન સુધી રમ્યા હતા. પદ્મકર શિવાલકરે 47 વર્ષની ઉંમર સુધી મુંબઈ માટે રમતા રહ્યા. પદ્મકર શિવાલકરે 124 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 589 વિકેટ લીધી. પદ્મકર શિવાલકરે 42 વખત પાંચ વિકેટ લીધી હતી, જ્યારે તેઓ 13 વખત મેચમાં 10 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. 1972/73ની રણજી ટ્રોફી સીઝનની ફાઈનલમાં તમિલનાડુ સામે, તેમને 16 રન આપીને 8 વિકેટ અને બીજી ઈનિંગમાં 18 રન આપીને 5 વિકેટ લીધી. આ મજબૂત પ્રદર્શનના આધારે, મુંબઈની ટીમે સતત 15મું ટાઈટલ જીત્યું.

આ પણ  વાંચો -IND Vs AUS: ટીમ ઈન્ડિયા લેશે બદલો! જાણો પિચ અને હવામાન રિપોર્ટ

પદ્મકર શિવાલકરના નિધન પર શોકની લહેર

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ અજિંક્ય નાઈકે પદ્મકર શિવાલકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મકર શિવાલકરે કહ્યું કે 'મુંબઈ ક્રિકેટે આજે એક સાચા લિજેન્ડ ગુમાવી દીધી છે. પદ્મકર શિવાલકર સરનું રમતમાં યોગદાન, ખાસ કરીને સર્વકાલીન મહાન સ્પિનરોમાંના એક તરીકે, હંમેશા યાદ રાખવામાં આવશે. તેમનું સમર્પણ, કૌશલ્ય અને મુંબઈ ક્રિકેટ પર તેમનો પ્રભાવ અજોડ છે.

ક્રિકેટ સમુદાય માટે મોટું નુકસાન

તેમનું નિધન ક્રિકેટ સમુદાય માટે મોટું નુકસાન છે. તેમના આત્માને શાંતિ મળે.' આ મહાન ખેલાડીના નિધન પર, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં કાળી પટ્ટી પહેરીને રમી શકે છે. તમને જણાવી દઈએ કે પદ્મકર શિવાલકરને 2016 માં સી.કે. નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Tags :
CricketCricket NewsIndia vs AustraliaIndia vs australia Semi FinalMumbai veteran cricketer Padmakar Shivalkar passes awayPadmakar ShivalkarPadmakar Shivalkar passes away
Next Article