CT 2025:વરસાદે Team Indiaનું ટેન્શન વધાર્યું! જાણો હવે કોણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે?
- ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી
- ભારતે ગ્રુપ સ્ટેજમાં વધુ એક મેચ રમશે
- ગ્રુપ B માં સમીકરણો બદલાયા
CT 2025:ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2025 (Champions Trophy 2025 )શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં (India semifinal) જગ્યા બનાવી લીધી છે. ગ્રુપ A માંથી ન્યુઝીલેન્ડ અને ભારતે (India vs New Zealand)સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન વરસાદે ગ્રુપ B માં સમીકરણો બદલી નાખ્યા છે. વરસાદને કારણે મેચ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ, જેના કારણે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ ઊભી થઈ. ભારતે ગ્રુપ સ્ટેજમાં વધુ એક મેચ રમવાની છે જે 2 માર્ચે દુબઈના મેદાન પર રમાશે. તો ચાલો જાણીએ કે સેમિફાઇનલમાં ભારત કોની સામે ટકરાઈ શકે છે.
શું ટીમ ઈન્ડિયા ગ્રુપમાં ટોચ પર રહેશે?
ટીમ ઈન્ડિયા બે મેચમાં જીત સાથે તેના ગ્રુપમાં બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે, તેણે ફક્ત 2 મેચ જીતી છે પરંતુ સારા રન રેટને કારણે તે ભારતથી આગળ છે. આ ગ્રુપની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે અને જે પણ આ મેચ જીતશે તે ગ્રુપમાં ટોચ પર રહેશે.
આ પણ વાંચો -Champions Trophy:લાહોરમાં ભારતીય ધ્વજ લહેરાવનારા ફેન સાથે ગેરવર્તણૂક,જુઓ video
દરેક ગ્રુપમાંથી બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ગ્રુપ A માં ટોચની ટીમ ગ્રુપ B માં બીજા ક્રમે રહેલી ટીમ સામે ટકરાશે. તેવી જ રીતે, ગ્રુપ B માં બીજા ક્રમે રહેલી ટીમ ગ્રુપ A ની ટોચની ટીમ સામે રમશે.
આ પણ વાંચો -ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની મેચ વરસાદમાં ધોવાઈ, હવે બદલાશે સમીકરણ?
સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોની સામે રમશે?
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં વરસાદને કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. હાલમાં, ગ્રુપ B માં, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ફેવરિટ માનવામાં આવે છે. આ સંદર્ભમાં, આ મેચમાં પરિણામ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ મેચ પછી ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન માટે પણ દરવાજા ખુલશે. હવે આ ગ્રુપમાંથી કોઈપણ ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકે છે. ભારત માટે સમસ્યા એ છે કે જો વિરોધી ટીમ છેલ્લી ઘડી સુધી મેદાનમાં ન ઉતરે તો તૈયારીનો અભાવ હોઈ શકે છે.