હાર બાદ રડી પડ્યો ડેવિડ મિલર, ત્યારે કેપ્ટન અક્ષર પટેલે જે કર્યું તે જોઈને તમે પણ સલામ કરશો
આઈપીએલની શ્વાસ અધ્ધર કરતી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને માત્ર 1 રને હરાવી રોમાંચક જીત મેળવી છે. જોકે, હાર બાદ તૂટી ગયેલા ડેવિડ મિલરને જે રીતે કેપ્ટન અક્ષર પટેલે મેદાન પર સાંત્વના આપી, તે ખેલદિલીએ સોશિયલ મીડિયા પર કરોડો લોકોના દિલ જીતી લીધા છે. મેચમાં કેએલ રાહુલની શાનદાર ઈનિંગ અને મિલરની એ એક મોટી ભૂલ વિશે જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ.
Advertisement
- DC vs GT: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચમાં ગુજરાતની જીત!
- ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 1 રને આપી મ્હાત
- ડેવિડ મિલરની છેલ્લી ઓવરની ભૂલ દિલ્હીને ભારે પડી
- કેપ્ટન અક્ષર પટેલે હાર બાદ મિલરને ગળે લગાવી જીત્યા દિલ
- કેએલ રાહુલની 92 રનની આક્રમક ઈનિંગ એળે ગઈ
- રાશિદ ખાનની ધારદાર બોલિંગ: 17 રન આપી ઝડપી 3 વિકેટ
axar patel gesture: આઈપીએલની રોમાંચની પરાકાષ્ઠાએ પહોંચેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને માત્ર 1 રને હરાવી આ સીઝનની પ્રથમ જીત નોંધાવી છે. આ હાર બાદ દિલ્હીના બેટર ડેવિડ મિલર (David Miller) સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. તેમની એક નાનકડી ભૂલને કારણે દિલ્હીએ જીતેલી બાજી ગુમાવવી પડી હતી.

