ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

DC VS LSG : બંને ટીમ માટે આજે ELIMINATOR સમાન મેચ, જાણો કોણ કેટલું મજબૂત

DC VS LSG : IPL 2024 માં હવે દરેક મેચ એલિમિનેટર સમાન બની છે. કારણ કે હજી એક ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય અન્ય કોઈ ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ નથી. આજરોજ દિલ્હી ( DC ) અને લખનૌ (...
05:51 PM May 14, 2024 IST | Harsh Bhatt
DC VS LSG : IPL 2024 માં હવે દરેક મેચ એલિમિનેટર સમાન બની છે. કારણ કે હજી એક ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય અન્ય કોઈ ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ નથી. આજરોજ દિલ્હી ( DC ) અને લખનૌ (...

DC VS LSG : IPL 2024 માં હવે દરેક મેચ એલિમિનેટર સમાન બની છે. કારણ કે હજી એક ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય અન્ય કોઈ ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ નથી. આજરોજ દિલ્હી ( DC ) અને લખનૌ ( LSG ) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુકાબલો થવાનો છે. લખનૌની ટીમ પાસે હજી પણ પ્લે ઓફમાં ક્વોલિફાય થવા માટેના ચાંસ જીવંત છે તો બીજી તરફ દિલ્હી માટે પણ થોડી ઘણી ઉમ્મીદો છે. ત્યારે આજે બને ટીમ એકબીજા સાથે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ટક્કર લેશે. દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત એક મેચના સસ્પેન્શન બાદ આ મેચમાંથી પરત ફરશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બને ટીમે કોઈપણ ભોગે જીતવું પડશે.

HEAD TO HEAD

DC અને LSG ના HEAD TO HEAD મુકાબલાના આંકડા ઉપર નજર કરીએ તો તેમ LSG નું પલડું ભારે લાગી રહ્યું છે. IPL ના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે માત્ર 4 મેચ રમાઈ છે. જેમાંથી લખનૌની ટીમે ત્રણમાં વિજય મેળવ્યો છે તો સામે દિલ્હીને 1 મેચમાં જ જીત મળી છે.

TOTAL MATCHES PLAYED BETWEEN DC AND LSG : 04

LSG WON : 03

DC WON : 01

કેવો રહેશે પિચનો મિજાજ

DC અને LSG વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાવવાની છે. આ મેદાન મુખ્યત્વે બેટિંગ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહી બૅટ્સમેન ખૂબ જ મોટા મોટા શોર્ટસ સરળતાથી ફટકારી શકે છે. આ મેદાનનો રેકોર્ડ કહે છે કે જો કે અહીં ટીમોએ રન ચેઝમાં વધુ મેચ જીતી છે, પરંતુ પ્રથમ દાવમાં બેટિંગ કરનારી ટીમ બહુ પાછળ નથી.

IPL 2024 માં આ મેદાનમાં ટોટલ મેચ : 04
પ્રથમ બેટિંગ કરીને જીતેલી મેચઃ 4
બીજી બેટિંગ કરીને જીતેલી મેચ: 0

સરેરાશ પ્રથમ ઇનિંગ્સનો કુલ સ્કોર: 242
સરેરાશ બીજી ઇનિંગ્સનો કુલ સ્કોર: 217

સંભવિત XI ટીમ

દિલ્હી કેપિટલ્સ (DC) સંભવિત XI ટીમ

જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, કુમાર કુશાગ્ર, અક્ષર પટેલ, ઋષભ પંત (સી), ટ્રિસ્ટન સ્ટબ્સ, રસિક સલામ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સંભવિત XI ટીમ

ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (c)(wk), દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, યશ ઠાકુર, કૃષ્ણપ્પા ગૌતમ

આ પણ વાંચો : BCCI : Indian Team Head Coach બનવા કોણ કરી શકે છે અરજી, જાણો કેટલો મળશે પગાર

Tags :
Arun Jaitley Cricket StadiumCricket NewsDC VS LSGDILHIELIMINATORIPL 2024kl rahulLSGPlay-offsrishabh pantTODAY MATCH
Next Article