DC vs MI: તિલક અને સૂર્યાએ જવાબદારી સંભાળી, મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 ને પાર
આજે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની 29મી મેચ રમાઈ રહી છે. જેમાં DCના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને બોલિંગ પર પસંદગી ઉતારી છે. હવે MIની ટીમ બેટિંગ કરી રહી છે.
Advertisement
- આજે પ્રથમવાર અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ મેચ
- DCના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને બોલિંગ પર પસંદગી ઉતારી હતી
- IPL 2025ની 29મી મેચમાં 2 ગુજરાતી કેપ્ટન આમને-સામને
Delhi: IPL 2025ની 29મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. DCના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને બોલિંગ પર પસંદગી ઉતારી છે. હવે MIની ટીમ બેટિંગ કરી રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL 2025ની 29મી મેચમાં 2 ગુજરાતી કેપ્ટન એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે. અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ (DC)નો રોમાંચક મુકાબલો હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ (MI)સાથે થઈ રહ્યો છે.

