ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

DC vs MI: તિલક અને સૂર્યાએ જવાબદારી સંભાળી, મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 ને પાર

આજે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની 29મી મેચ રમાઈ રહી છે. જેમાં DCના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને બોલિંગ પર પસંદગી ઉતારી છે. હવે MIની ટીમ બેટિંગ કરી રહી છે.
08:48 PM Apr 13, 2025 IST | Hardik Prajapati
આજે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની 29મી મેચ રમાઈ રહી છે. જેમાં DCના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને બોલિંગ પર પસંદગી ઉતારી છે. હવે MIની ટીમ બેટિંગ કરી રહી છે.

Delhi: IPL 2025ની 29મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. DCના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને બોલિંગ પર પસંદગી ઉતારી છે. હવે MIની ટીમ બેટિંગ કરી રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL 2025ની 29મી મેચમાં 2 ગુજરાતી કેપ્ટન એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે. અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ (DC)નો રોમાંચક મુકાબલો હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ (MI)સાથે થઈ રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 ને પાર

મુંબઈની ટીમને રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. રોહિત 18 રન બનાવીને વિપ્રજ નિગમનો શિકાર બન્યો. કુલદીપ યાદવે રાયન રિકેલ્ટનને ગુગલીથી બોલ્ડ કરીને મહત્વપૂર્ણ સફળતા મેળવી. તિલક વર્માએ પોતાના પહેલા જ બોલ પર બાઉન્ડ્રી ફટકારીને શાનદાર શરૂઆત કરી. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા ધીમે ધીમે ભાગીદારી બનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  RR vs RCB: RCB જયપુરના મેદાનમાં Green Jersey પહેરીને કેમ ઉતરી? આ શુભકામના છે કે બીજું કંઈક કારણ?

DC એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

IPL 2025 ની 29મી મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં એક મેચ જીતી છે અને ટેબલમાં 9મા ક્રમે છે. દિલ્હી જેણે 4 મેચમાંથી 4 જીતીને ટેબલ ટોપર છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી સતત 5મી જીત માટે મુકાબલો કરી રહી છે જ્યારે મુંબઈ માટે પોતાનું ફોર્મ પાછું મેળવવું મહત્વનું બની રહેશે.

DC પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટ કીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ફાફ ડુ પ્લેસીસ, જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રીસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

MI પ્લેઈંગ ઈલેવન

રેયાન રિકલ્ટન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, વિગ્નેશ પુથુર, રોહિત શર્મા.

આ પણ વાંચોઃ  RR vs RCB: રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આપી માત, 9 વિકેટે જીત

Tags :
ARUN JAITLEY STADIUMAxar Pateldc vs miDelhi Capitals vs Mumbai IndiansHardik PandyaIPL 2025 Match 29Kuldeep Yadavrohit sharmaSuryakumar Yadavtilak vermaVipraj Nigam Mitchell Starc Faf du Plessis
Next Article