ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

FIDE Women Chess World Cup : દિવ્યા દેશમુખે જીત્યો ચેસ વર્લ્ડ કપ, 19 વર્ષની ઉંમરે બની ચેમ્પિયન

ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે બની ચેમ્પિયન દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો FIDE Women Chess World Cup : ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે ઈતિહાસ સર્જી દીધો છે. વાસ્તવમાં...
04:58 PM Jul 28, 2025 IST | Hiren Dave
ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે બની ચેમ્પિયન દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો FIDE Women Chess World Cup : ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે ઈતિહાસ સર્જી દીધો છે. વાસ્તવમાં...
Divya Deshmukh wins the Chess World Cup!

FIDE Women Chess World Cup : ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે ઈતિહાસ સર્જી દીધો છે. વાસ્તવમાં દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. માત્ર 19 વર્ષની દિવ્યાએ જ્યોર્જિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો.

પ્રથમ ભારતીય મહિલા ચેસ સ્ટાર બની

આ સાથે દિવ્યા દેશમુખ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ સ્ટાર બની. નોંધનીય છે કે, ગયા વર્ષે જ દિવ્યાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને હવે તે મહિલા ચેસ વર્લ્ડ કપની ચેમ્પિયન પણ બની છે. એટલું જ નહીં આ ખિતાબ જીતવાની સાથે તે હવે ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ છે.

આ પણ  વાંચો -IND vs ENG 4th Test : શુભમન ગિલના નેતૃત્વમાં ભારતનો ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ

દિવ્યાએ ઘણા મોટા અપસેટ કર્યા

દિવ્યા દેશમુખે આ ટુર્નામેન્ટમાં ઘણા મોટા અપસેટ કર્યા. તેણીએ બીજી ક્રમાંકિત જીનર ઝુ (ચીન) ને હરાવી. પછી તેણીએ ભારતની ડી. હરિકાને હરાવી અને સેમિફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન તાન ઝોંગીને હરાવી. આ ફાઇનલ ફક્ત દિવ્યાની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે દર્શાવે છે કે ભારતીય મહિલા ચેસ હવે વિશ્વ મંચ પર નવી ઊંચાઈએ પહોંચી છે. આ એક એવી મેચ હતી જ્યાં અનુભવ અને યુવાની, હિંમત અને વ્યૂહરચના સામસામે હતી.

આ પણ  વાંચો -ભારત-ઈગ્લેન્ડ ચોથી ટ્રેસ્ટ ડ્રો પર ખત્મ, જાડેજા-સુંદરે ઇંગ્લેન્ડના પરસેવા પાડ્યા

આ સિદ્ધિ હાંસલ કરી

દિવ્યા માત્ર વિશ્વ ચેમ્પિયન જ નહીં, પરંતુ તે ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બની. ગ્રાન્ડમાસ્ટર (GM) બનવા માટે, સામાન્ય રીતે ત્રણ ગ્રાન્ડમાસ્ટર ધોરણો અને 2500 FIDE રેટિંગ જરૂરી છે. પરંતુ કેટલીક ખાસ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતવા પર, ખેલાડીને સીધા ગ્રાન્ડમાસ્ટરનું બિરુદ આપવામાં આવે છે અને FIDE મહિલા વર્લ્ડ કપ તેમાંથી એક છે.દિવ્યા પહેલા, ગ્રાન્ડમાસ્ટરનો દરજ્જો મેળવનાર ત્રણ ભારતીય મહિલા ચેસ ખેલાડીઓ કોનેરુ હમ્પી, હરિકા દ્રોણવલ્લી અને આર. વૈશાલી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ભારતના ડી ગુકેશ પુરુષોની શ્રેણીમાં ચેસ વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.

Tags :
Chess ChampionChess historyChess World CupDivya DeshmukhGrandmasterGujrata FirstIndian woman chess playerKoneru HumpyTiebreak win
Next Article