Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Australian Open 2026 : Elena Rybakina એ સબાલેન્કાને હરાવીને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ટાઇટલ

મેલબોર્નના ટેનિસ કોર્ટ પર જ્યારે વિશ્વની નંબર 1 ખેલાડી સામે 3-0 થી પાછળ હોવા છતાં કોઈ જીતી જાય, ત્યારે તેને સાચો ઇતિહાસ કહેવાય છે. એલેના રિબાકિનાએ સબાલેન્કાના દબદબાને પડકારીને ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં જે પરાક્રમ કર્યું છે,
australian open 2026   elena rybakina એ સબાલેન્કાને હરાવીને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ટાઇટલ
Advertisement
  • એલેના રિબાકિના બની ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ચેમ્પિયન (Australian Open 2026)
  • વિશ્વની નંબર 1 સબાલેન્કાને ફાઈનલમાં આપી મ્હાત
  • 2 કલાક 18 મિનિટ ચાલેલા જંગમાં રિબાકિનાનો વિજય

ટેનિસ જગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ પૈકીના એક એવા ઓસ્ટ્રેલિયન ઓપન 2026 (Australian Open 2026) માં મહિલા સિંગલ્સનો ખિતાબ કઝાકિસ્તાનની સ્ટાર ખેલાડી એલેના રિબાકિના (Elena Rybakina) એ પોતાના નામે કર્યો છે. શનિવારે મેલબોર્નના પ્રખ્યાત રોડ લેવર એરેના (Rod Laver Arena) ખાતે રમાયેલી ફાઇનલમાં રિબાકિનાએ વિશ્વની નંબર 1 ખેલાડી આર્યના સબાલેન્કાને (Aryna Sabalenka) ભારે રસાકસી બાદ 6-4, 4-6, 6-4 થી પરાજય આપ્યો હતો. આ વિજય સાથે રિબાકિનાએ માત્ર ખિતાબ જ નથી જીત્યો, પરંતુ ટેનિસ કોર્ટ પર પોતાની મક્કમતાનો પુરાવો પણ આપ્યો છે.

Australian Open 2026  : રોમાંચક ફાઈનલ મેચ

આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ 2 કલાક અને 18 મિનિટ સુધી ચાલી હતી. મેચની શરૂઆતમાં રિબાકિનાએ શાનદાર સર્વિસ અને ગ્રાઉન્ડ સ્ટ્રોક્સના જોરે પ્રથમ સેટ 6-4 થી જીતી લીધો હતો. જોકે, ડિફેન્ડિંગ ચેમ્પિયન સબાલેન્કાએ બીજા સેટમાં વળતો પ્રહાર કર્યો અને મેચને 1-1 ની બરાબરી પર લાવી દીધી હતી. નિર્ણાયક ત્રીજા સેટમાં સબાલેન્કા એક સમયે 3-0 થી આગળ હતી, પરંતુ રિબાકિનાએ હિંમત હાર્યા વગર અકલ્પનીય વાપસી કરી હતી અને સતત ગેમ્સ જીતીને ચેમ્પિયન બની હતી.

Advertisement

Advertisement


 રિબાકિનાની કારકિર્દીનું બીજું ગ્રાન્ડ સ્લેમ

26 વર્ષીય એલેના રિબાકિના માટે આ જીત ભાવુક પણ છે, કારણ કે 2023માં તે આ જ મેદાન પર સબાલેન્કા સામે ફાઇનલમાં હારી ગઈ હતી. આ જીત સાથે તેણે જૂની હારનો બદલો પણ લઈ લીધો છે. નોંધનીય છે કે રિબાકિનાએ વર્ષ 2022 માં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ (Wimbledon Championship) જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે તે બીજી વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા બની છે. બીજી તરફ, સબાલેન્કાનું સતત ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાનું સપનું રોળાઈ ગયું છે.

મેન્સ સિંગલ્સ ફાઈનલ: જોકોવિચ વિરુદ્ધ અલ્કારાઝ

મહિલા સિંગલ્સના રોમાંચ બાદ હવે રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ ટેનિસ પ્રેમીઓને મેન્સ સિંગલ્સની મહાજંગ જોવા મળશે. વિશ્વના નંબર 1 ખેલાડી કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) અને સર્બિયન લિજેન્ડ નોવાક જોકોવિચ (Novak Djokovic) આમને-સામને ટકરાશે. જોકોવિચ પોતાનું 11મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતવા માટે મેદાને ઉતરશે, જ્યારે યુવા અલ્કારાઝ તેને અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવશે.

આ પણ વાંચો:  નોવાક જોકોવિચે સેમીફાઇનલમાં સિનરને હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી!

Tags :
Advertisement

.

×