ENG vs ZIM : જો રૂટે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને છોડ્યા પાછળ, રચ્યો ઇતિહાસ
- 22 વર્ષ બાદ ENG vs ZIM ટેસ્ટ ફરી શરૂ
- જો રૂટનો ઐતિહાસિક રેકોર્ડ
- પહેલા જ દિવસે ઈંગ્લેન્ડ ટીમનું ધમાકેદાર પ્રદર્શન
- ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો દબદબો – રૂટે રચ્યો ઇતિહાસ
- જો રૂટે ટેસ્ટમાં Sachin Tendulkar ને આપી ટક્કર
ENG vs ZIM Test Match : ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે 22 વર્ષના લાંબા અંતરાલ બાદ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, અને આ મેચના પહેલા જ દિવસે ઇંગ્લેન્ડની ટીમે ઝિમ્બાબ્વેના બોલરોને સંપૂર્ણપણે પરાસ્ત કર્યા. 23 મે, 2025ના રોજ શરૂ થયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ઝિમ્બાબ્વેની બોલિંગ લાઇન-અપને ધ્વસ્ત કરી દીધી. આ દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેનોનું દબદબો રહ્યું, જેમાં જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, જ્યારે અન્ય ખેલાડીઓએ પણ શાનદાર બેટિંગ કરી.
જો રૂટનો ઐતિહાસિક રેકોર્ડ
ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે આ મેચના પહેલા દિવસે 44 બોલમાં 34 રનની ઝડપી ઇનિંગ રમી, પરંતુ આ નાનકડી ઇનિંગે તેને ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચવામાં મદદ કરી. આ ઇનિંગ દરમિયાન જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 13,000 રનનો આંકડો પાર કર્યો, અને તે પણ સૌથી ઝડપી સમયમાં. રૂટે આ સિદ્ધિ માત્ર 153 ઇનિંગ્સમાં હાંસલ કરી, જે અન્ય દિગ્ગજ ખેલાડીઓની તુલનામાં નોંધપાત્ર રીતે ઝડપી છે.
🚨 HISTORY CREATED BY JOE ROOT 🚨
- Root becomes the fastest ever to complete 13,000 runs in Test History. 🤯 pic.twitter.com/7jEcqFKSaT
— Johns. (@CricCrazyJohns) May 22, 2025
આ સાથે, તેણે ભારતના સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને દક્ષિણ આફ્રિકાના જેક્સ કેલિસને પાછળ છોડી દીધા. જેક્સ કેલિસે 159 મેચ, રાહુલ દ્રવિડે 160 મેચ, રિકી પોન્ટિંગે 162 મેચ અને સચિન તેંડુલકરે 163 મેચમાં 13,000 રન પૂરા કર્યા હતા. રૂટ હવે સચિનના 15,921 રનના ટેસ્ટ રેકોર્ડને નિશાન બનાવી રહ્યો છે. જો રૂટ હાલમાં 34 વર્ષનો છે, જો તે વધુ રમવાનું ઇચ્છે તો સંભવતઃ તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોંડી શકે છે.
Joe Root is catching up with Sachin Tendulkar in the all timer list. 🤯 pic.twitter.com/GwakJOMJY5
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2025
ઇંગ્લેન્ડનું શાનદાર પ્રદર્શન
મેચના પહેલા દિવસના અંતે ઇંગ્લેન્ડે 3 વિકેટના નુકસાને 498 રનનો શાનદાર સ્કોર ખડકી દીધો. આ દરમિયાન ઇંગ્લેન્ડના 3 બેટ્સમેનોએ સદી ફટકારી, જેમાં ઝેક ક્રાઉલીએ 124 રન, બેન ડકેટે 140 રન અને ઓલી પોપે 169 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ ત્રણેય બેટ્સમેનોએ ઝિમ્બાબ્વેના બોલરોને કોઈ રાહત આપી નહીં અને ઇંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું. ઝિમ્બાબ્વેના બોલરો આખો દિવસ ઇંગ્લેન્ડના આક્રમક બેટિંગ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ ટેસ્ટ મેચે પહેલા જ દિવસે ઇંગ્લેન્ડનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. જો રૂટની ઐતિહાસિક સિદ્ધિ અને ઝેક ક્રાઉલી, બેન ડકેટ તેમજ ઓલી પોપની સદીએ આ મેચને યાદગાર બનાવી દીધી. રૂટનો 13,000 રનનો રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં તેની સતત શ્રેષ્ઠતાનું પ્રમાણ છે, અને હવે તે સચિન તેંડુલકરના વિશ્વ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો : BCCI એ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે શેડ્યૂલ અને ટીમની જાહેરાત કરી, વૈભવ અને આયુષને મળી ટીમમાં જગ્યા