Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

England ની આખી ટીમ 2 રનમાં જ આઉટ, 8 ખેલાડીઓ ડક આઉટ

England ની આખી ટીમ 2 રનમાં જ આઉટ 8 ખેલાડીઓ ડક આઉટ થયા લોઅર-ડિવિઝન ક્રિકેટ ટીમે એવો શરમજનક રેકોર્ડ Cricket : ક્રિકેટમાં (Cricket)ક્યારે કેવા સ્કોર બને એ ક્યારેય નક્કી નથી હોતું. ક્યારેક વિશ્વ રેકોર્ડ બનતા હોય છે તો ક્યારેક...
england ની આખી ટીમ 2 રનમાં જ આઉટ  8 ખેલાડીઓ ડક આઉટ
Advertisement
  • England ની આખી ટીમ 2 રનમાં જ આઉટ
  • 8 ખેલાડીઓ ડક આઉટ થયા
  • લોઅર-ડિવિઝન ક્રિકેટ ટીમે એવો શરમજનક રેકોર્ડ

Cricket : ક્રિકેટમાં (Cricket)ક્યારે કેવા સ્કોર બને એ ક્યારેય નક્કી નથી હોતું. ક્યારેક વિશ્વ રેકોર્ડ બનતા હોય છે તો ક્યારેક એવા શરમજનક (cricket record loss) રેકોર્ડ બને છે કે તમે વિશ્વાસ ના કરી શકો. ઈંગ્લેન્ડ(England)ની મિડલસેક્સ કાઉન્ટી લીગમાં એક લોઅર-ડિવિઝન ક્રિકેટ ટીમે એવો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે કે જે કોઈ પણ ટીમ માટે ખરાબ સપનાથી વિશેષ કઈજ ના હોઈ શકે. 427 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રિચમંડ ક્રિકેટ ક્લબની ટીમ 5.4 ઓવરમાં માત્ર 2 રનમાં (team all out for 2 runs)ઓલઆઉટ થઈ ગઈ હતી.

વધારાના 92 રન

રિચમંડ સીસી અને નોર્થ લંડન સીસી ટીમ વચ્ચે આ આશ્ચર્યજનક મેચ રમાઈ હતી. રિચમોન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમના માટે એક ખરાબ નિર્ણય સાબિત થયો. નોર્થ લંડન સીસીના ઓપનર ડેન સિમોન્સે વિસ્ફોટક બેટિંગ કરી અને 140 રન બનાવ્યા. અહિયાં આશ્ચર્યની વાત એ છે કે ટીમને વધારાના 92 રન પણ મળ્યા, જેમાં 63 વાઈડ બોલનો સમાવેશ થાય છે. આમ નોર્થ લંડન ટીમ 426 રન બનાવવામાં સફળ રહી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Rajkot : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાશે સૌરાષ્ટ્ર પ્રો લીગ T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ

8 બેટ્સમેન શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા

427 રનના પહાડ જેવા વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે, રિચમંડની ટીમ શરૂઆતથી જ પડી ભાંગી . 8 બેટ્સમેન ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગા થઈ ગયા. ટીમે માત્ર 2 રન બનાવ્યા 4 નંબરના બેટ્સમેને 1 રન બનાવ્યો હતો અને બીજો 1 રન વાઈડનો મળ્યો હતો . રિચમંડ ક્રિકેટ ક્લબના ડેપ્યુટી ચેરમેન અને ક્રિકેટના વડા સ્ટીવ ડીકિને જણાવ્યું હતું કે ક્લબ પાસે જે તે મેચ દરમ્યાન તેના કાયમી ટીમના ખેલાડીઓ હતાજ નહીં આથી આવી પરિસ્થિતી બની.

આ પણ  વાંચો -PBKS Vs MI: પંજાબે મુંબઈને હરાવ્યું, પ્રિયાંશ આર્ય-જોશ ઈંગ્લિસની ધમાકેદાર ફિફ્ટી

ટીમ 0 રને આઉટ થઈ શકી હોત

સ્ટીવ ડીકિને જણાવ્યું હતું કે આ અઠવાડિયે અમારી પાસે ખેલાડીઓની ઉપલબ્ધતા ખૂબ જ ઓછી રહી છે. અમારી પાંચ પુરુષ ટીમોમાંથી લગભગ 40 ખેલાડીઓ ગેરહાજર હતા. અમે પહેલાથી જ ટીમ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને પછી સાત વધુ ખેલાડીઓ બહાર થઈ ગયા.

Tags :
Advertisement

.

×