Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

FIFA 2026 : ટ્રમ્પની ઇરાનને મંજૂરી, બે દેશોના સંબંધોમાં સુધારાના સંકેત !

FIFA 2026 માં અમેરિકામાં ઇરાન ફૂટબોલ મેચો રમશે, ફિફા પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોનું માનવું છે કે, રાજકીય મતભેદો છતાં ફૂટબોલે વિશ્વને એક કરવું જોઈએ. ફિફા કોંગ્રેસમાં બોલતા, તેમણે ઈરાનની ભાગીદારીની પુષ્ટિ કરતા કહ્યું, "ઈરાન 2026 ના વર્લ્ડ કપમાં ભાગ લેશે, અને તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં રમશે. વિશ્વને એક કરવાની જવાબદારી આપણી છે." જો કે, ટ્રમ્પની મંજુરી બંને દેશો વચ્ચે સુધરતા સંબંધો દર્શાવે છે.
fifa 2026   ટ્રમ્પની ઇરાનને મંજૂરી  બે દેશોના સંબંધોમાં સુધારાના સંકેત
Advertisement
  • FIFA 2026 માં અમેરિકામાં ઇરાન ફૂટબોલ મેચો રમશે
  • ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રમવા માટે લીલી ઝંડી આપવામાં આવી
  • ટ્રમ્પે ફીફા પ્રમુખ સાથેની મિત્રતાને આગળ ધરી નિર્ણય જણાવ્યો

FIFA 2026 : વર્ષ 2026 ના ફિફા વર્લ્ડ કપમાં ઈરાનની ભાગીદારી અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President - Donald Trump) ઈરાનને USA માં રમવા માટે સંમતિ આપી છે. આ નિવેદન ફિફા પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોએ (FIFA President - Gianni Infantino) પુષ્ટિ આપ્યા બાદ આવ્યું છે કે, ઈરાન તેની ગ્રુપ સ્ટેજ મેચો અમેરિકન ભૂમિ પર રમશે (Iran To Play Football In USA). ટ્રમ્પે ઇન્ફેન્ટિનો સાથેની તેમની મિત્રતાનો ઉલ્લેખ કરતા આ નિવેદન આપ્યું હતું.

FIFA 2026, ટ્રમ્પે ફિફાના વલણને ટેકો આપ્યો

તાજેતરમાં ટ્રમ્પે કહ્યું, "જો ગિયાનીએ એવું કહ્યું હોય, તો હું સંમત છું. તેમને રમવા દો. ગિયાની મારો મિત્ર છે, તેમણે આ અંગે ચર્ચા કરી હતી." અગાઉ, ઈરાને માંગ કરી હતી કે, અમેરિકામાં તેની મેચો અન્ય સ્થળે યોજવામાં આવે. હવે ટ્રમ્પે પણ ફિફાના વલણને ટેકો આપ્યો છે, તેથી વિવાદ સમાપ્ત થઈ ગયો છે. બીજી તરફ અમેરિકામાં રમવા અંગે ઇરાને પણ સંમતિ દર્શાવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - રાજસ્થાન રોયલ્સના કેપ્ટન Riyan Parag પર BCCI ની કડક કાર્યવાહી; ડ્રેસિંગ રૂમમાં નિયમો તોડતા ફટકારાયો દંડ

FIFA 2026, વિશ્વને એક કરવાની જવાબદારી આપણી

ગિયાની ઇન્ફેન્ટિનોનું માનવું છે કે, રાજકીય મતભેદો છતાં ફૂટબોલે વિશ્વને એક કરવું જોઈએ. ફિફા કોંગ્રેસમાં બોલતા, તેમણે ઈરાનની ભાગીદારીની પુષ્ટિ કરતા કહ્યું, "ઈરાન 2026 ના વર્લ્ડ કપમાં ભાગ લેશે, અને તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં રમશે. વિશ્વને એક કરવાની જવાબદારી આપણી છે."

કેનેડામાં ખરાબ અનુભવ થયો

તાજેતરમાં, કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ઈરાની ફૂટબોલ પ્રતિનિધિમંડળની મુશ્કેલીઓ પણ હેડલાઇન્સમાં ચમકી હતી. માન્ય વિઝા હોવા છતાં, ઈરાન ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ મેહદી તાજ સહિત ઘણા સભ્યોને કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા કથિત દુર્વ્યવહારને કારણે પાછા ફરવાની ફરજ પડી હતી. અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે, FIFA ઈરાનના વર્લ્ડ કપમાં ભાગ લેવાનું ખૂબ જ સાવધાની સાથે સંભાળી રહ્યું છે. ઈરાને ગયા માર્ચમાં ઉઝબેકિસ્તાન સામેની મેચ સાથે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું.

ઇરાનની આગામી મેચનું શિડ્યુલ

  • 16 જૂન: ઈરાન Vs ન્યુઝીલેન્ડ
  • 22 જૂન: ઈરાન Vs બેલ્જિયમ
  • 27 જૂન: ઈરાન Vs ઇજિપ્ત 

આ પણ વાંચો - Jason Holder Catch Controversy : વિરાટનું રિએક્શન વાયરલ, જાણો નિયમો શું કહે છે !

Tags :
Advertisement

.

×