ફોર્મથી દૂર છતાં કેપ્ટન તરીકે Suryakumar Yadav ની મજબૂત આગેવાની! જાણો ખરાબ ફોર્મ વિશે શું કહ્યું
- Suryakumar Yadav નું બેટ મૌન! T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી
- રન નથી આવી રહ્યા, પણ આત્મવિશ્વાસ અડગ : સૂર્યકુમાર યાદવ
- દક્ષિણ આફ્રિકા સામે સંઘર્ષમાં SKY, શ્રેણી જીત છતાં સવાલો
Suryakumar Yadav Statement : ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav), જેને 'SKY'ના નામે ઓળખવામાં આવે છે, તેનું બેટ છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણપણે શાંત છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં તેના પ્રદર્શન પર સૌની નજર ટકેલી છે, પરંતુ વર્લ્ડ નંબર વન T20 બેટ્સમેન આ શ્રેણીમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) નજીક આવી રહ્યો છે, ત્યારે સૂર્યકુમારનું આ ફોર્મ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે.
ફોર્મની ચિંતા vs આત્મવિશ્વાસની વાત
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી, પરંતુ આ મેચ બાદ સૂર્યકુમાર યાદવને તેના ખરાબ પ્રદર્શન વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. સામાન્ય રીતે, જ્યારે કોઈ ખેલાડી આઉટ ઓફ ફોર્મ હોય છે, ત્યારે તે સ્વીકારતો નથી, પરંતુ સૂર્યકુમારે જે નિવેદન આપ્યું, તે થોડુંક આશ્ચર્યજનક હતું.
સૂર્યાએ શું કહ્યું?
તેણે પોતાના ફોર્મ વિશે વાત કરતાં સ્પષ્ટતા કરી કે, "હું નેટમાં ખૂબ સારી બેટિંગ કરી રહ્યો છું. હું મારા નિયંત્રણમાં હોય તે બધું કરવાનો પ્રયાસ કરું છું. જ્યારે તક આવશે, જ્યારે રન બનાવવાની જરૂર હશે, ત્યારે તે ચોક્કસપણે સ્કોર થશે. હા, હું હાલમાં રન શોધી રહ્યો છું, પરંતુ હાલમાં હું ફોર્મમાં નથી; હું ફક્ત સ્કોર કરી રહ્યો નથી." સૂર્યકુમારનું આ નિવેદન દર્શાવે છે કે તે માનસિક રીતે બિલકુલ વિચલિત નથી. તે સ્વીકારે છે કે તે રન નથી બનાવી રહ્યો, પરંતુ તે માનતો નથી કે તે 'ખરાબ ફોર્મ'માં છે. સૂર્યાએ ઉમેર્યું કે તેને તેના ફોર્મ વિશે બહુ ચિંતા નથી અને તે રવિવારની જીતનો આનંદ માણવા માંગે છે.
શ્રેણીમાં સૂર્યકુમારનું પ્રદર્શન
દક્ષિણ આફ્રિકા સામેની આ 3 મેચોની T20 શ્રેણીમાં સૂર્યકુમારનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે:
- પ્રથમ T20: 12 રન
- બીજી T20: 5 રન
- ત્રીજી T20: 12 રન
આ પ્રદર્શન SKYની છબીને અનુરૂપ નથી. સૂર્યકુમારની ઓળખ ગમે તેવા સંજોગોમાં મેચનું પાસું પલટી નાખવાની છે, પરંતુ આ શ્રેણીમાં તેનું બેટ 'મિડલ ઓવર્સ'માં સંપૂર્ણપણે મૌન રહ્યું છે. જે ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાનો વિષય ચોંક્કસ છે.
કેપ્ટન તરીકે સૂર્યાનું આત્મવિશ્વાસથી ભરપૂર નેતૃત્વ
બેટ્સમેન તરીકે ભલે સૂર્યાનું પ્રદર્શન નબળું રહ્યું હોય, પરંતુ કેપ્ટન તરીકે તેણે ટીમને સફળતાપૂર્વક સંભાળી છે. તેણે બીજી મેચમાં હાર્યા પછી શ્રેણીમાં જે રીતે વાપસી કરી, તેના વિશે મોટું નિવેદન આપ્યું. તેણે કહ્યું કે, "મને લાગે છે કે આ રમત ઘણું શીખવે છે. મેચ હાર્યા પછી તમે શ્રેણીમાં કેવી રીતે કમબેક કરો છો તે મહત્વનું છે. અમે છેલ્લી મેચમાંથી ઘણું શીખ્યા. અમે કટકમાં જે કર્યું હતું તે જ પુનરાવર્તન કરવા માંગતા હતા. અમે આ મેચમાં પણ એવું જ કર્યું, અને પરિણામ અમારા પક્ષમાં આવ્યું." સૂર્યાએ જણાવ્યું કે તેણે અને ટીમે હાર બાદ બોલરો સાથે બેસીને પ્લાનિંગ કર્યું, ટીમ મીટિંગ કરી અને પ્રેક્ટિસ સેશનમાં કટકમાં કરેલી ભૂલો સુધારવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો : India Vs SA T20I : ભારતની શાનદાર જીત, બોલિંગ-બેટિંગ બંનેમાં દબાવ બનાવી રાખ્યો