ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ક્રિકેટ જગતનું અનોખું સન્માન: આ ખેલાડીનો ફોટો 5 ડોલરની નોટ પર છપાયો, જાણો કારણ

સ્ટેડિયમ નહીં, પણ કરન્સી નોટ પર! આ એકમાત્ર એવા ખેલાડી છે જેમનો ફોટો ચલણી નોટ પર છપાયો. જાણો આ અશ્વેત કેપ્ટનના યોગદાન વિશે.
10:43 AM Oct 07, 2025 IST | Mihir Solanki
સ્ટેડિયમ નહીં, પણ કરન્સી નોટ પર! આ એકમાત્ર એવા ખેલાડી છે જેમનો ફોટો ચલણી નોટ પર છપાયો. જાણો આ અશ્વેત કેપ્ટનના યોગદાન વિશે.
Frank Worrell Currency Note

Frank Worrell Currency Note : ક્રિકેટરોની તસવીરો સ્ટેડિયમમાં કે સ્ટેન્ડ્સ પર લગાવવામાં આવતી આપણે સૌએ જોઈ છે, અને કેટલાક પ્રસંગોએ તો સ્ટેડિયમને પણ ક્રિકેટરનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ક્રિકેટરનો ફોટો કોઈ દેશની કરન્સી નોટ (ચલણી નોટ) પર છપાયો હોય? વિશ્વ ક્રિકેટમાં આવું માત્ર એક જ વાર બન્યું છે.

વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર ફ્રેન્ક વૉરેલ (Frank Worrell) એકમાત્ર એવા ખેલાડી છે, જેમની તસવીર તેમના દેશના ચલણી નોટ પર છાપીને ત્યાંની સરકારે તેમને આવું ગૌરવપૂર્ણ સન્માન આપ્યું હતું. ભારતમાં ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો હોય છે.

અશ્વેત ક્રિકેટરોને ઓળખ અપાવનાર કેપ્ટન (Frank Worrell Currency Note)

ફ્રેન્ક મોર્ટિમર મેગલિન વૉરેલનો જન્મ 1 ઓગસ્ટ 1924ના રોજ જમૈકામાં થયો હતો. તેમણે 1948માં વેસ્ટ ઇન્ડિઝ માટે ડેબ્યૂ કર્યું હતું. જે સમયે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં શ્વેત ક્રિકેટરોનું વર્ચસ્વ હતું, તેવા સમયમાં વૉરેલ પહેલા એવા અશ્વેત ખેલાડી હતા જેમણે ટીમને એકતા અને પ્રભુત્વ આપ્યું.

તેઓ વેસ્ટ ઇન્ડિઝ ટીમના પહેલા કાયમી અશ્વેત કેપ્ટન બન્યા. તેમણે ટીમને એકજુટ નેતૃત્વ પ્રદાન કરવા ઉપરાંત ક્રિકેટને સન્માનની નવી ઊંચાઈ પર પહોંચાડવાનું કામ કર્યું. આ મહાન યોગદાનને કારણે, સેન્ટ્રલ બેન્ક ઓફ બાર્બાડોસ દ્વારા 5 ડોલરની નોટ પર તેમની તસવીર છાપવામાં આવી હતી. વિશ્વ ક્રિકેટમાં અન્ય કોઈ ખેલાડીને આવું અનોખું સન્માન મળ્યું નથી.

વૉરેલનો ટૂંકો પણ પ્રભાવશાળી કાર્યકાળ (Frank Worrell Currency Note)

43 વર્ષની ઉંમરે જ થયુ હતુ અવસાન

જોકે, દુઃખની વાત એ છે કે માત્ર 43 વર્ષની નાની ઉંમરે 1967માં તેમનું અવસાન થયું. આટલી ઓછી ઉંમરમાં દુનિયાને અલવિદા કહેવા છતાં, તેમનો વારસો આજે પણ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં આદરણીય છે. ફ્રેન્ક વૉરેલનું આ સન્માન દર્શાવે છે કે તેઓ માત્ર એક ક્રિકેટર જ નહીં, પણ રાષ્ટ્રીય ગૌરવ અને પરિવર્તનના પ્રતીક પણ હતા.

આ પણ વાંચો : 'રોહિત શર્માને મોકો મળવો જોઇતો હતો', પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહી મોટી વાત

Tags :
Barbadian DollarBlack Captain West IndiesFrank Worrell Currency NoteSir Frank WorrellWest Indies Cricket History
Next Article