ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

French Open 2025 : 21 વર્ષની કોકો ગોફ બની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન, ફાઈનલમાં નંબર 1 ખેલાડીને હરાવી

21 વર્ષની કોકો ગોફ બની ચેમ્પિયન ફાઈનલમાં નંબર 1 ખેલાડીને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેડિસન કીઝે હરાવી હતી French Open 2025 : અમેરિકાની કોકો ગોફે પહેલા સેટ પાછળ રહેવા છતાં વાપસી કરતાં ફ્રેન્ચ ઓપન (French Open)ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતી લીધો...
11:18 PM Jun 07, 2025 IST | Hiren Dave
21 વર્ષની કોકો ગોફ બની ચેમ્પિયન ફાઈનલમાં નંબર 1 ખેલાડીને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેડિસન કીઝે હરાવી હતી French Open 2025 : અમેરિકાની કોકો ગોફે પહેલા સેટ પાછળ રહેવા છતાં વાપસી કરતાં ફ્રેન્ચ ઓપન (French Open)ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતી લીધો...
Coco Gauff

French Open 2025 : અમેરિકાની કોકો ગોફે પહેલા સેટ પાછળ રહેવા છતાં વાપસી કરતાં ફ્રેન્ચ ઓપન (French Open)ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતી લીધો છે. વિશ્વની બીજા નંબરની કોકોએ ફાઇનલમાં આર્યાના (Aryna Sabalenka vs Coco Gauff) સબાલેન્કા વિરુદ્ધ નાટકીય રીતે જીત નોંધાવી. આ બીજો મોકો છે, જ્યારે કોકોએ સબાલેન્કાને ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં હરાવી છે. કોકોએ સબાલેન્કાને મહિલા એકલની ફાઇનલમાં શનિવારે 6-7 (5/7), 6-2, 6-4થી હરાવી છે. આ અગાઉ કોકોએ 2023 યૂએસ ઓપનની ફાઇનલમાં પણ સબાલેન્કાને માત આપી હતી.

2022માં ફાઇનલની હારની કરી ભરપાઈ

21 વર્ષિય ખેલાડી કોકો ગોફે રોલાં ગેરોમાં ઈગા સ્વિયાટેકથી 2022માં ફાઇનલમાં મળેલી ભાવનાત્મક હારની ભરપાઈ કરી લીધી છે. તેણે પેરિસમાં ફાઇનલમાં આર્યાના સબાલેન્કાને બે કલાક અને 38 મિનિટથી વધારે સમય સુધી ચાલેલી મેચમાં હાર આપી છે. સબાલેન્કા સતત બીજી વાર ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હારી છે. આ અગાઉ તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેડિસન કીઝે હરાવી હતી.

આ પણ  વાંચો -Bengaluru Stampede: Virat Kohli સામે પોલીસ ફરિયાદ દાખલ

બે સેટ જીતી ટ્રોફી પોતાના નામે કરી

કોકો ગોફે પહેલો સેટ ખોયા બાદ આગામી બે સેટ જીતી ટ્રોફી પોતાના નામે કરી લીધી. કોર્ટ પર હવાની સ્પીડ વધારે હતી. સબાલેન્કાએ 70 બેન્ઝા ભૂલ કરી, જ્યારે ગોફે સંભાળીને રમતાં બે વર્ષ પહેલાં ફ્લસિંગ મિડોઝની માફક અહીં જીત નોંધાવી. બેલારુસની સબાલેન્કાએ વર્ષ 2023 અને 2024માં ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ગોફે સબાલેન્કા વિરુદ્ધ પોતાનો રેકોર્ડ મજબૂત કરી લીધો. હવે ગોફનો રેકોર્ડ 6-5નો થઈ ગયો છે.

આ પણ  વાંચો -IPL ઇતિહાસના સૌથી વધુ વિકેટ લેનારા 5 વિસ્ફોટક બોલર્સ કોણ? આ બોલર છે King of IPL

છેલ્લા 30 વર્ષમાં આ બીજી વાર

ગોફનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ અગાઉ 2023 અમેરિકી ઓપન જીતી ચૂકી છે. રોલાં ગેરો પર 2013 બાદ પહેલી વાર દુનિયાની પહેલા અને બીજા નંબરની ખેલાડી વચ્ચે ફાઇનલ રમાઈ ગઈ. બાર વર્ષ પહેલાં સેરેના વિલિયમ્સે મારિયા શારાપોવાને હરાવીને ખિતાબ જીત્યો હતો. છેલ્લા 30 વર્ષમાં આ બીજી વાર છે, જ્યારે ખિતાબી ટક્કર બે ટોચના ખેલાડીઓ વચ્ચે થઈ છે.

Tags :
Aryna Sabalenka newsAryna Sabalenka vs Coco GauffAryna Sabalenka vs Coco Gauff finalAryna Sabalenka vs Coco Gauff French Open finalCoco Gauff French Open ChampionFrench OpenFrench Open 2025French Open 2025 FinalFrench Open finalFrench Open newstennis match
Next Article