ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોહલી વિરુદ્ધ ગંભીરની નફરત એકવાર ફરી છલકાઈ, જાણો શું કહ્યું

એશિયા કપ 2023માં ભારતે સોમવારે પાકિસ્તાન પર શાનદાર જીત નોંધાવી હતી. ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 356 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ સારી ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં 122...
03:44 PM Sep 12, 2023 IST | Hardik Shah
એશિયા કપ 2023માં ભારતે સોમવારે પાકિસ્તાન પર શાનદાર જીત નોંધાવી હતી. ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 356 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ સારી ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં 122...

એશિયા કપ 2023માં ભારતે સોમવારે પાકિસ્તાન પર શાનદાર જીત નોંધાવી હતી. ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 356 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ સારી ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ (POTM)નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. જો કે કોહલીને આ ખિતાબ મેળવતા જોઈને પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયો હતો.

વિરાટ પ્લેયર ઓફ ધ મેચ બનતા ગંભીરને આવ્યો ગુસ્સો

સોમવારે એશિયા કપની સુપર-4ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતે નેપાળની જેમ જ પાકિસ્તાનને હરાવ્યું હતું. ગઈકાલની મેચમાં ભારતને 228 રનથી મોટી જીત મળી હતી, જેનો હીરો કિંગ કોહલી હતો. તેણે ગઈ કાલે 94 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી અને પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ જીત્યો હતો. જોકે, ભારત તરફથી કેએલ રાહુલ અને કુલદીપ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે ગૌતમ ગંભીરનું માનવું હતું કે જીત બાદ વિરાટને પ્લેયર ઓફ ધ મેચ નહીં, પરંતુ કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળવો જોઈતો હતો.

જાણો ગંભીરે શું કહ્યું?

ગૌતમ ગંભીરે આ વિશે કહ્યું કે, “મારા માટે POTM એ કુલદીપ યાદવ છે. હું તેમનાથી આગળ જોઈ શકતો નથી. હું જાણું છું કે વિરાટે સદી ફટકારી છે. કેએલ રાહુલે પણ સદી ફટકારી છે. રોહિત શર્મા, શુભમન ગીલે અડધી સદી ફટકારી છે. પરંતુ આવી વિકેટ પર જ્યાં બોલ સીમમાં સ્વિંગ થઈ રહ્યો હતો. જો કોઈને 8 ઓવરમાં પાંચ વિકેટ મળી જાય. ખાસ કરીને પાકિસ્તાનના બેટ્સમેનો સામે જેઓ સ્પિન ખૂબ જ સારી રીતે રમે છે, આ એક રમત બદલાતી ક્ષણ છે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા કે ન્યુઝીલેન્ડ તેઓ સારી રીતે સ્પિન રમતા નથી. પરંતુ પાકિસ્તાન રમે છે. આવા સંજોગોમાં કુલદીપે વિકેટ લીધી તે મહત્વપૂર્ણ હતી."

કુલદીપ યાદવે 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો

જણાવી દઈએ કે 356 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 128 રન પર શરણાગતિ સ્વીકારી હતી. પાકિસ્તાનને સૌથી વધુ પરેશાન કરનાર બોલર કુલદીપ યાદવ હતો. પાકિસ્તાની બેટ્સમેનો કુલદીપના પાવરફુલ બોલ્સને સમજી શક્યા ન હતા. આ દરમિયાન તેણે 8 ઓવરમાં 25 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે 8 ઓવરમાં માત્ર 25 રન આપ્યા હતા. નોંધનીય છે કે કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ પોતાની સદીની ઇનિંગમાં સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. કોહલી સૌથી ઝડપી 13 હજાર ODI રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. કોહલીએ 267 રન પૂરા કર્યા જ્યારે સચિને 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા. કોહલી આ આંકડાને સ્પર્શનાર વિશ્વનો પાંચમો અને ભારતનો બીજો ક્રિકેટર છે.

આ પણ વાંચો - India vs Pakistan, Asia Cup 2023 : રાહુલ-કોહલીની સદી, Team India એ સુપર-4 માં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું, કુલદીપે 5 વિકેટ ઝડપી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Asia Cupasia cup 2023Gautam GambhirIND vs PAKIndia vs Pakistanindia vs pakistan 2023India vs Pakistan Asia Cup MatchVirat Kohli
Next Article