Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરના નામે મળી જાનથી મારી નાખવાની ધમકી

Gautam Gambhir death threat : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમને એક ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી, જેમાં માત્ર 3 શબ્દો લખેલા હતા: “I kill You”.
ગૌતમ ગંભીરને isis કાશ્મીરના નામે મળી જાનથી મારી નાખવાની ધમકી
Advertisement
  • ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગંભીરને ધમકી
  • ઈમેલ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી
  • ISIS કાશ્મીરના નામે મળ્યો ધમકીભર્યો મેલ
  • દિલ્હીના રાજેન્દ્રનગર પોલીસ મથકે ફરિયાદ
  • સાયબર સેલ દ્વારા ઈમેલ ટ્રેક કરવા કવાયત

Gautam Gambhir death threat : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમને એક ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી, જેમાં માત્ર 3 શબ્દો લખેલા હતા: “I kill You”. ગંભીરે આ બાબતે તાત્કાલિક દિલ્હી પોલીસને જાણ કરી અને ઔપચારિક ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકી ISIS કાશ્મીર તરફથી મોકલવામાં આવી હોવાની શક્યતા છે.

સાયબર સેલની તપાસ અને ગંભીરની સુરક્ષા

દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે ઈમેલ મોકલનારની ઓળખ સ્થાપિત કરવા માટે ટેકનિકલ વિશ્લેષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાયબર સેલની ટીમ ઈમેલના આઈપી એડ્રેસ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે તપાસને આગળ ધપાવી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો. દરમિયાન, ગંભીરે પોતાના અને પરિવારની સુરક્ષા વધારવાની માંગ કરી છે. દિલ્હી પોલીસે નિવેદન જારી કરીને કહ્યું કે, ગંભીર પહેલેથી જ પોલીસની સુરક્ષા હેઠળ છે, અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જોકે, સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાહેર કરવામાં આવી નથી.

Advertisement

Advertisement

પહેલગામ હુમલા પર ગંભીરની પ્રતિક્રિયા

ગૌતમ ગંભીરે 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ટ્વિટર હવે (X) પર તીખી નિંદા કરી હતી. આ હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, જેને તેઓ 2019ના પુલવામા હુમલા પછીનો સૌથી ઘાતક હુમલો ગણાવે છે. X પર લખતાં ગંભીરે જણાવ્યું, “મૃતકોના પરિવારો માટે પ્રાર્થના. આ હુમલા માટે જવાબદાર લોકોએ ભોગવવું પડશે. ભારત આનો જવાબ આપશે.” આ હુમલામાં આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેના માટે દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યાપી ગયો છે.

ગંભીરને અગાઉ પણ મળી હતી ધમકી

આ પહેલી વાર નથી કે ગૌતમ ગંભીરને ધમકી મળી હોય. નવેમ્બર 2021માં, જ્યારે તેઓ સાંસદ હતા, ત્યારે તેમને પણ સમાન પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, 22 એપ્રિલે ગંભીરને બે વખત ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા—એક બપોરે અને બીજો સાંજે. બંને ઈમેલમાં અંગ્રેજીમાં લખેલું હતું, “I kill you.” આ ઘટનાએ ગંભીરની સુરક્ષા અંગે ચિંતા વધારી છે, અને પોલીસે તેમના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો :  Pahalgam Terror Attack : 'કૌરવોની હઠધર્મીએ યુદ્ધ ફરજિયાત બનાવ્યું, તેમ હવે પાકિસ્તાને પણ...' મેજર પાટનીનો આક્રોશ

Tags :
Advertisement

.

×