Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gambhir Response kirti Azad : વર્લ્ડ કપ જીત્યા બાદ મંદિર કેમ ગયા? કીર્તિ આઝાદના સવાલ પર ગંભીર ભડક્યા

મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ સોશિયલ મીડિયા અને રાજકારણના મેદાનમાં ઘેરાઈ છે. અમદાવાદના હનુમાન મંદિરમાં ટ્રોફી સાથેના દર્શને એક નવો જ વિવાદ છેડ્યો છે. શું ભગવાનના આશીર્વાદ લેવા એ ભેદભાવ છે? ગૌતમ ગંભીરનો આકરો મિજાજ અને કીર્તિ આઝાદના આક્ષેપો વચ્ચે ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. આ વિવાદ પાછળનું સાચું કારણ ચોંકાવનારું છે.
gambhir response kirti azad   વર્લ્ડ કપ જીત્યા બાદ મંદિર કેમ ગયા  કીર્તિ આઝાદના સવાલ પર ગંભીર ભડક્યા
Advertisement
  • વર્લ્ડ કપ ટ્રોફી સાથે મંદિર દર્શન પર રાજકીય રાર!
  • T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હનુમાન મંદિરે પહોંચ્યા ગંભીર અને જય શાહ
  • TMC સાંસદ કીર્તિ આઝાદે મંદિર દર્શનને ગણાવ્યું 'ભેદભાવપૂર્ણ' કૃત્ય
  • "ખેલાડીઓની મહેનતનું અપમાન ન કરો" - ગૌતમ ગંભીરનો આકરો પ્રહાર
  • હરભજન સિંહે પણ આઝાદના નિવેદન સામે દર્શાવી ભારે નારાજગી

Gambhir Response kirti Azad : ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ (ICC Men's T20 World Cup) ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ શરૂ થયેલો એક વિવાદ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જીત બાદ કેપ્ટન સૂર્યા, કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને બીસીસીઆઈ સચિવ જય શાહ અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, જેને લઈને ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે સવાલો ઉઠાવ્યા છે.

Advertisement

Gambhir Response kirti Azad : શું હતો વિવાદ?

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કીર્તિ આઝાદે (Kirti Azad) ટીમ ઈન્ડિયાના આ પગલાં પર ટીકા કરતા કહ્યું કે, ટ્રોફીને માત્ર મંદિર જ કેમ લઈ જવામાં આવી? તેમણે આક્ષેપ કર્યો હતો કે જો ટ્રોફી મંદિરે જાય છે, તો તેને અન્ય ધર્મોના પૂજા સ્થળો પર પણ લઈ જવી જોઈએ. આઝાદે આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો.

Advertisement

ગૌતમ ગંભીરનો સણસણતો જવાબ

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આ એવો મુદ્દો જ નથી કે જેનો જવાબ આપવો પડે. આ આખા દેશ માટે ગર્વની ક્ષણ છે અને આપણે આ જીતની ઉજવણી કરવી જોઈએ." ગંભીરે વધુમાં ઉમેર્યું કે આવા નિવેદનો માત્ર ખેલાડીઓની સખત મહેનત અને સિદ્ધિને ઓછી કરીને બતાવે છે.

હરભજનસિંહે પણ નારાજગી દર્શાવી

ગંભીરે ખેલાડીઓના સંઘર્ષની યાદ અપાવતા કહ્યું કે, ટુર્નામેન્ટ દરમિયાન ટીમે ઘણું દબાણ સહન કર્યું છે, ખાસ કરીને દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ટીમ માનસિક રીતે દબાણમાં હતી. આવા સમયે રાજકારણને રમત સાથે જોડવું દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતીય ટીમને પોતાની જીતની ઉજવણી પોતાની રીતે કરવાનો પૂરો હક છે. પૂર્વ સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) પણ કીર્તિ આઝાદના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી ટીમ ઈન્ડિયાનું સમર્થન કર્યું છે.

આ પણ વાંચો : Mission 2027: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ગંભીરની નજર ODI વર્લ્ડ કપ પર, જાણો શું છે માસ્ટર પ્લાન

Tags :
Advertisement

.

×